52 Years Old Grandmother: દુનિયાની સૌથી યુવા અને ખુબસુરત દાદીમા તરીકે જે ઓળખાય છે તેનું નામ છે જીના સ્ટીવર્ટ. જીના એક મોડલ છે. તેને જોયા બાદ તમે વિશ્વાસ જ નહીં કરી શકો કે તેની ઉંમર 52 વર્ષ છે. તેની સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિયતા પણ છે. ફક્ત ઈન્સ્ટાગ્રામ પર તેના સાડા 3 લાખથી વધુ ફોલોઅર્સ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ડેઈલી સ્ટારના એક રિપોર્ટ મુજબ જીના મેન્સ મેગેઝીન પ્લેબોય અને મેક્સિમ માટે મોડલિંગ કરે છે. મોટાભાગના લોકોને તેની ઉંમરનો અંદાજો છે પરંતુ દિલના હાથે મજબૂર થઈને 25 વર્ષના યુવકો  પણ તેને પ્રપોઝ કરી બેસે છે. હવે જોવામાં તો તે 25-30 વર્ષની યુવતીઓથી જરાય કમ નથી લાગતી. 



જીના સ્ટીવર્ટે હાલમાં જ એક ખુલાસો કર્યો છે કે 52 વર્ષની ઉંમરે પણ તે યુવા લાગે છે તે તેનું એક કારણ છે તેની એકદમ સટીક લાઈફસ્ટાઈલ, જો કે તેને તેના માતા પિતાથી સારા જીન્સ તો મળ્યા જ છે પરંતુ તે પોતાના ઉપર પણ ખુબ ધ્યાન આપે છે. જીના રોજ ગ્રીન ટીનું સેવન કરે છે. તેના જણાવ્યાં મુજબ તેમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ્સ ત્વચાને નીખારવામાં અને યુવા રહેવામાં મદદ કરે છે. તે મેડિટેરિયન ડાયટ પર રહે છે અને તેનું કહેવું છે કે તેનાથી વધતી ઉંમરની બીમારીઓ દૂર રહે છે. 



જીનાનું કહેવું છે કે માણસ ફક્ત પોતાની સોચથી ઉંમર મહેસૂસ કરે છે. જો યુવા રહેવું હોય તો ફક્ત એ જ કામ કરવું જોઈએ જે તમને ખુશ કરે છે. આ માટે ક્યારેય ઉંમરની પરવા કરવી જોઈએ નહીં. આ ઉપરાંત કસરત, ખાણી પીણી અને તણાવથી દૂર રહેવું એ પણ તેમાં મહત્વની ભૂમિકા ભજવે છે. 



(તસવીરો- સાભાર Instagram/@ginastewartofficial)