Brazil flood: બ્રાઝીલમાં પૂરે વેર્યો વિનાશ, 56 લોકોના મોત, 70 હજાર લોકોએ કર્યું સ્થળાંતર
Brazil floods: ગવર્નર એડવાર્ડો લીટે વિસ્તારોમાં ઇમરજન્સીની જાહેરાત કરી દીધી છે. તેમણે કહ્યું કે `અમે અમારા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ત્રાસદી સામે ઝઝૂમી રહ્યા છીએ.`
Brazil Flood Latest Update: દક્ષિણ આફ્રીકામાં ભારે વરસાદ બાદ આવેલા પૂર અને કીચડના કારણે અત્યાર સુધી 56 લોકોના મોત થયા છે. આ ઉપરાંત હજારો લોકો બેઘર થઇ ગયા છે. સમાચાર એજન્સી એએનઆઇએ અલ ઝઝીરાના હવાલેથી લખ્યું છે કે બચાવ તથા રાહત કાર્ય સતત ચાલુ છે. બચાવકર્મી ઘરો, રસ્તા તથા પૂલોના કાટમાળમાં દટાયેલા લોકોને શોધવાની કોશિશ કરી રહ્યા છે. એવા સમાચાર આવી રહ્યા છે કે રિયો ગ્રાંડે સુલમાં પાણીનું સ્તર ખૂબ વધી જવાના કારણે બંધ પર બોજ વધતો જાય છે. તેના લીધી કેટલાક શહેરોમાં ભય છે.
Muskmelon:ડોઢ ડાહ્યા થઇને ફેંકીના દેતાં શક્કરટેટીના બીજ, મળશે 5 મોટા હેલ્થ બેનિફિટ્સ
Gov Job: ગૃહ મંત્રાલયમાં પરીક્ષા વિના ઓફિસર બનવાની તક : 1.12 લાખ મળશે પગાર
ગવર્નર એડવાર્ડો લીટેએ વિસ્તારોમાં ઇમરજન્સીની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ' અમે અમારા ઇતિહાસમાં અત્યાર સુધીની સૌથી મોટી ત્રાસદી સામે ઝઝૂમી રહ્યા છીએ. તેમણે આ વાતનો અંદેશો વ્યક્ત કર્યો કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. બીજી તરફ રાષ્ટ્રપતિ લુઇઝ ઇનાસિયો લુલા ડા સિલ્વાએ પ્રભાવિત વિસ્તારોમાં પૂર્ણ સહયોગનો ભરોસો આપ્યો છે. તેમણે કહ્યું કે ત્યાં માનવ તથા ભૌતિક સંસાધનની કોઇ અછત વર્તાશે નહી.
દેશી ઉપાયો! વર્ષો સુધી ઘઉંમાં નહી પડે ધનેડાં, સ્ટોર પહેલાં કરી લેજો આ ઉપાયો
ગજબ કહેવાય! ધોરણ 10માં 600માંથી 599 માર્ક્સ, પ્લાનિંગ જોઇને કરશો સેલ્યૂટ
આગળ વધુ છે ખતરો
હવામાનની આગાહી કરનારાઓએ લોકોને વધુ ત્રાસદીમાટે સતર્ક રહેવા જણાવ્યું છે. તેમનું કહેવું છે કે રાજ્યની મુખ્ય નદી ગુએબા ખતરાના નિશાન પર પહોંચી શકે છે અને આ હાલની દુર્ઘટનાને વધુ વકરી શકે છે. સમાચાર અનુસાર, ઘણા વિસ્તારો સંપૂર્ણપણે કપાઈ ગયા છે. સતત ભારે વરસાદને કારણે ત્યાંના ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ખરાબ અસર થઈ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે ઉચ્ચ જોખમવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સરકાર દ્વારા તેમની જગ્યા ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે. પીવાના પાણી જેવી પ્રાથમિક સુવિધાને પણ અસર થઈ છે.
Shani Gochar: 'ન્યાયના દેવ' શનિ 10 દિવસમાં બદલશે નક્ષત્ર, 5 રાશિઓનું ભાગ્ય ચમકી જશે!
Shani Vakri: 5 રાશિઓ પર ભારે પડી શકે છે આ 139 દિવસ, વક્રી શનિ આપશે એક પછી એક ઝટકો
જળવાયુ પરિવર્તનની અસર
જાણકારોનું માનવું છે કે બ્રાઝીલમાં પૂર અને માટીનું ધોવાણ એક પેટર્ન બની ગઇ છે. તેમનું માનીએ તો તેની પાછળ મોટું કારણ જળવાયું પરિવર્તન છે.
દુનિયાની પ્રથમ CNG Motorcycle લાવી રહી છે Bajaj, પેટ્રોલ- EV ને આપશે સીધી ટક્કર
ABY: તમારા માતા પિતાને કંઈ થયું તો મફત સારવાર કરાવી શકશો, આ સરકારી યોજનાનો લાભ લો
70,000 લોકોએ કર્યું સ્થળાંતર
બ્રાઝિલની નાગરિક સુરક્ષા એજન્સીએ શનિવારે જણાવ્યું હતું કે પોર્ટો એલેગ્રેના મુખ્ય શહેર સાથે દક્ષિણ બ્રાઝિલમાં ઘાતક પૂર, ભૂસ્ખલન અને ભારે તોફાનને કારણે લગભગ 70,000 લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. સિવિલ ડિફેન્સે જણાવ્યું હતું કે પૂરના પાણીમાં 57 લોકોના મોત થયા છે, 74 લોકો ઘાયલ થયા છે અને 67 અન્ય લોકો ગુમ છે.
મૃત્યુઆંકમાં પોર્ટો એલેગ્રેમાં પૂરગ્રસ્ત ગેસ સ્ટેશન પર વિસ્ફોટમાં મૃત્યુ પામેલા બે લોકોનો સમાવેશ થતો નથી, જે AFP પત્રકાર દ્વારા સાક્ષી હતો. રિયો ગ્રાન્ડે દો સુલ રાજ્યમાં ઝડપથી વધી રહેલા પાણીના સ્તરો ડેમ પર દબાણ લાવી રહ્યા હતા અને ખાસ કરીને 1.4 મિલિયનના આર્થિક રીતે મહત્વપૂર્ણ શહેર પોર્ટો એલેગ્રેને જોખમમાં મૂક્યું હતું.