નવી દિલ્હીઃ અમેરિકાની એક 64 વર્ષની મહિલા પોતાની જિંદગી ખતમ કરવા માટે સ્યુસાઇડ પોડનો ઉપયોગ કરનારી પ્રથમ વ્યક્તિ બની ગઈ છે. જો કે તેના મૃત્યુ બાદ હવે સ્વિત્ઝરલેન્ડમાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. પાછલા સોમવારે બપોરે સ્વિસ-જર્મન સરહદ પાસે સ્યુસાઇડવાળી 3ડી-પ્રિન્ટેડ મશીનમાં મહિલાએ જીવ ગુમાવ્યો. આ મશીનને ઈચ્છામૃત્યુની ટેસ્લા પણ કહેવામાં આવે છે. અંતિમ શ્વાસ લેતા પહેલા આ ખતરનાક મશીનમાંથી એક ડરામણો મેસેજ આપવામાં આવે છે. મશીને કહ્યું- જો તમે મરવા ઈચ્છો છો તો આ બટન દબાવો. સ્વિત્ઝરલેન્ડ તે કેટલાક દેશોમાંથી એક છે જ્યાં વિદેશી લોકો કાયદાકીય રીતે આત્મહત્યા કરવા માટે સહાયતા પ્રાપ્ત કરી શકે છે. પરંતુ સોમવારે સ્વાસ્થ્ય મંત્રી એલિઝાબેથ બોમ-શ્નાઇડરે કહ્યુ કે આ મશીન કાયદેસર નથી. તેમણે કહ્યું- આ મશીન સુરક્ષા કાયદાની માંગને પૂરુ કરતું નથી અને તેથી તેનો ઉપયોગ ન થવો જોઈએ.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્થાનીક પોલીસે કહ્યું કે આ ઘટના કથિત રીતે એક જંગલની પાસે બની છે. ઉત્તરી સ્વિત્ઝર્લેન્ડમાં પોલીસે મંગળવારે જણાવ્યું કે મોતના સિલસિલામાં ઘણા લોકોની અટકાયત કરવામાં આવી છે. અટકાયત કરેલા વ્યક્તિઓ પર કથિત રીતે આત્મહત્યા માટે ઉશ્કેરવા અને મદદ કરવાના આરોપની તપાસ ચાલી રહી છે. આઉટલેટે મંગળવારે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકોમાં ડચ અખબારનો એક ફોટોગ્રાફર પણ સામેલ છે. ફોટોગ્રાફરે આત્મહત્યા કરનાર પોડના ઉપયોગની તસવીરો લેવાની હતી. 


કઈ રીતે કામ કરે છે મશીન
સ્વિસ અધિકારીઓએ કહ્યું કે આ સ્યુસાઇડ પોડને હજુ સુધી ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી નથી. વિવાદાસ્પદ મશીનની ચેમ્બરમાં નાઇટ્રોજન ભરાઈ જાય છે, જેનાથી ઉપયોગકર્તાનું ઓક્સીજન સ્તર ખતરનાક લેવલ સુધી નીચે આવી જાય છે. પોડની અંદર રહેલી વ્યક્તિ તેના સક્રિય થયા બાદ બેભાન થઈ શકે છે અને લગભગ 10 મિનિટની અંદર મરી શકે છે. પોડની અંદરથી તેને કંટ્રોલ કરી શકાય છે અને તેમાં એક ઈમરજન્સી એક્ઝિટ બટન હોય છે.


સરળ મોત માટે બનાવવામાં આવ્યું પોડ
એક્ઝિટ ઈન્ટરનેશનલના સ્વિસ સહયોગી ધ લાસ્ટ રિઝોર્ટના સહ-અધ્યક્ષ ફ્લોરિયન વિલેટ મહિલાના મોતના એકમાત્ર સાક્ષી છે. તેમણે આ મોતને શાંતિપૂર્ણ, ઝડપી અને સરળ જણાવ્યું છે. એક્ઝિટ ઈન્ટરનેશનલના ડાયરેક્ટર ડો. ફિલિપ નિત્શેકેએ મંગળવારે કહ્યું કે તેમને તે વાતની ખુશી છે કે સરકોએ ઠીક તેવું પ્રદર્શન કર્યું જેમ તેને ડિઝાઇન કરવામાં આવ્યું હતું. નિત્શેકેએ પહેલા કહ્યું હતું કે સ્વિત્ઝરર્લેન્ડના વકીલોએ સલાહ આપી હતી કે આ ઉપકરણને દેશમાં કાયદેસર માનવામાં આવશે.