પાપુઆ ન્યૂ ગિનીમાં 7.2ની તીવ્રતાનો ભૂકંપ, 250 કિમી દૂર કંપન અનુભવાયું
આંતરરાષ્ટ્રીય સમયાનુસાર રાત્રે 9.15 કલાકે આ ભૂકંપ આવ્યો હતો, જાન-માલને નુકસાનના કોઈ સમાચાર નથી
પોર્ટ મોરેસ્બીઃ પાપુઆ ન્યૂ ગિનીમાં મંગળવારે 7.2 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. જોકે, તેનું કેન્દ્રબિંદુ જમીનની અંદર અત્યંત ઊંડે હોવાને કારણે જાન-માલને કોઈ નુકસાન પહોંચ્યું નથી.
250 કિમી દૂર કંપનનો અનુભવ
અમેરિકાના ભૂવૈજ્ઞાનિક સર્વેક્ષણે જણાવ્યું કે, ભૂકંપની કેન્દ્રબિંદુ બુલોલો શહેરથી લગભગ 30 કિમી દૂર જમીનની અંદર 127 કિમી નીચે હતું. આંતરરાષ્ટ્રીય સમયાનુસાર રાત્રે 9.15 કલાકે આ ભૂકંપ આવ્યો હતો. તેના કંપનનો અનુભવ 250 કિમી દૂર આવેલી રાજધાની પોર્ટ મોરેસ્બી સુધી અનુભવાયો હતો.