કંગાળ પાકિસ્તાનમાં થયું મોટું હવાલા કૌભાંડ, રીક્ષા વેચનારના ખાતામાં આવ્યા કરોડો રૂપિયા
પાડોશી મુલ્ક પાકિસ્તાન એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે. જેમાં 700 કરોડ રૂપિયાનો હવાલા કારોબાર સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈસ્ક્રીમ વેચનાર અને રીક્ષા ચલાવનારના નામ પર વિદેશોમાં ખાતા ખોલીને પાકિસ્તાનથી 700 કરોડ રૂપિયાનો હવાલા કારોબાર કરવામાં આવ્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાન ઓફિસ સાથે જોડાયેલ સહાયક શહજાદ અકબરે સોમવારે આ માહિતી આપી હતી.
ઈસ્લામાબાદ : પાડોશી મુલ્ક પાકિસ્તાન એકવાર ફરીથી ચર્ચામાં આવ્યું છે. જેમાં 700 કરોડ રૂપિયાનો હવાલા કારોબાર સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આઈસ્ક્રીમ વેચનાર અને રીક્ષા ચલાવનારના નામ પર વિદેશોમાં ખાતા ખોલીને પાકિસ્તાનથી 700 કરોડ રૂપિયાનો હવાલા કારોબાર કરવામાં આવ્યાનો ખુલાસો કરવામાં આવ્યો છે. વડાપ્રધાન ઈમરાન ખાન ઓફિસ સાથે જોડાયેલ સહાયક શહજાદ અકબરે સોમવારે આ માહિતી આપી હતી.
ઈસ્લામાબાદમાં મીડિયાને સંબોધિત કરતા સિનેટર ફૈઝલ જાવેદ અને વડાપ્રધાનના મીડિયા સલાહકાર ઈફ્તીકાર દુર્રાની અકબરે કહ્યું કે, અમે 5000થી વધુ નકલી ખાતાની ઓળખ કરી છે, જેઓએ હવાલાનો ઉપયોગ કર્યો હતો. આ ખાતાના માધ્યમથી એક અરબ ડોલરથી વધુ રકમનો હવાલા કારોબાર કરવામાં આવ્યો છે. તેમણે જણાવ્યું કે, આ ખાતા આઈસ્ક્રીમ વેચનારા અને રીક્ષા ચલાવનારાના નામે હતા.
અકબરે કહ્યું કે, તમામ ખાતાનું વિવરણ દૂબઈ મેનેજમેન્ટ પાસેથી મંગાવાઈ રહ્યું છે અને જે લોકોએ દૂબઈ અને યુરોપના બેંકોમાં રૂપિયા રાખ્યા છે, તે હવે તેને છુપાડી નહિ શકે. જિયો ન્યૂઝ અનુસાર, અકબરે કહ્યું કે, કેટલાક લોકોએ પોતાના ડ્રાઈવર અને માલિકોના નામે પણ સંપત્તિ ખરીદી છે. તેની તપાસ કરવામાં આવી તો મોટા લોકોના કર્મચારીઓ મળી આવ્યા. તેમણે કહ્યું કે, હવાલાએ પાકિસ્તાનને તબાહ કરી દીધું છે.
ઉલ્લેખનીય છે કે, ગત મહિને પણ પાકિસ્તાનમાં એક રેંકડીવાળાના ખાતામાં કરોડો રૂપિયાની લેણદેણનો કિસ્સો સામે આવ્યો છે. ખાતા ધારકોને આ વિશે કોઈ ખબર ન હતી. રેંકડાવાળા બાદ હવે પાકિસ્તાનના ઓટો રીક્ષા ચાલકના ખાતામાં 300 કરોડના લેણદેણનો મામલો સામે આવ્યો છે. આ કિસ્સો પાકિસ્તાનના કરાંચીનો હતો. પાકિસ્તાનની સંઘીય તપાસ એજન્સી એફઆઈએએ ઓટો રીક્ષા ચાલકને સમન જાહેર કરીને તેને રૂપિયાના લેણદેણને લઈને પૂછપરછ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, ઓટો ડ્રાઈવરનું નામ મોહંમદ રશીદ છે. તેને એક દિવસ અચાનક એફઆઈએની નોટિસ મળી. નોટિસમાં ખાતામાં મોટી રકમના લેણદેણ મામલે પૂછપરછ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ તેની તપાસ કરી તો રશીદે કહ્યું કે, મને એજન્સીએ સમન જાહેર કરીને ખાતાની માહિતી માંગી છે. મેં અત્યાર સુધી 1 લાખ રૂપિયા સાથે ક્યારેય જોયા નથી. 300 કરોડ રૂપિયા ક્યાંથી આવ્યા તે વિશે મને કોઈ માહિતી નથી. તેણે કહ્યું કે, આ ખાતુ તેણે વર્ષ 2005માં ખોલાવ્યું હતું. ખાતા ખોલ્યાના થોડા મહિના બાદ જ તેની નોકરી છૂટી ગઈ હતી. મેં અધિકારીઓને મારી આર્થિક સ્થિતિ વિશે પૂરતી માહિતી આપી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા કરાંચીમાં એક ફળ વેચનારના ખાતામાં 200 કરોડ આવી ગયાનો મામલો સામે આવ્યો હતો.