80 Indians Arrested In Thailand: થાઈલેન્ડના પટાયામાં 80 ભારતીયોની પોલીસે ધરપકડ કરી છે. આ બધા જ લોકો એક હોટલના રૂમમાં જુગાર રમતા ઝડપાયા હતા. પોલીસને આ અંગે કોઈ વ્યક્તિએ સુચના આપી હતી કે પટાયાની એક લક્ઝરી હોટલમાં મિટિંગના બહાને રૂમ રાખીને કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. પોલીસે જ્યારે હોટલ પર દરોડો કર્યો ત્યારે જુગારીઓ ઝડપાઈ ગયા હતા.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


લેડી ડ્રેક્યુલા તરીકે ઓળખાતી આ મહિલા, કુંવારી યુવતીઓના લોહીથી નહાવા કરી 600 હત્યા


થાઈલેન્ડ જતાં પ્રવાસીઓએ તોડ્યો રેકોર્ડ, જાન્યુઆરીથી એપ્રિલ સુધીમાં 75 લાખ લોકોએ....


આ છે દુનિયાની સૌથી મોંઘી માછલી, કિંમત છે ફક્ત 2 કરોડ, ખરીદવા માટે લગાવવી પડે છે બોલી


જાણવા મળતી માહિતી અનુસાર પટાયાની હોટલમાં અડધી રાત્રે પોલીસે દરોડો કર્યો હતો. તે દરમિયાન પોલીસે જુગાર રમતા લોકોની ધરપકડ કરી હતી. જે લોકો જુગાર રમતા ઝડપાયા તેમાંથી મોટાભાગના ભારતીય નાગરિક છે. આ ભારતીય લોકોએ 27 એપ્રિલથી એક મે સુધી હોટલના રૂમને બુક કરાવ્યો હતો. જોકે જુગારીઓએ રૂમ મીટીંગ છે તેવું કહીને બુક કર્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર હોટલના રૂમમાંથી કુલ 93 લોકોની ધરપકડ કરવામાં આવી હતી તેમાંથી 80 ભારતીય છે. જ્યારે અન્ય લોકો આયોજક અને કર્મચારી હતા. 


પોલીસે જુગારીઓ પાસેથી ચાર બેકારેટ ટેબલ, ત્રણ બ્લેક જેક ટેબલ, કાર્ડના 25 સેટ, ભારતીય રૂપિયા, આઠ ક્લોઝ સર્કિટ કેમેરા, 92 મોબાઈલ, ત્રણ નોટબુક કોમ્પ્યુટર, આઇપેડ અને ત્રણ કાર્ડ ડીલર મશીન જપ્ત કરી હતી. સાથે જ પોલીસને એક લોગબુક પણ મળી હતી જેમાં જુગારમાં કેટલા રૂપિયા રમાયા છે તેનું લખાણ હતું. જેમાં 1000 મિલિયન રૂપિયાની ક્રેડિટ દર્શાવવામાં આવી હતી.


પોલીસનું જણાવવું હતું કે આ સમગ્ર આયોજન 32 વર્ષીય એક થાઇ મહિલાએ કર્યું હતું. આ મહિલાએ જુગાર રમવાનું આયોજન કર્યું હતું. જુગાર રમવાનો બધો જ સામાન પણ ભારતથી લાવવામાં આવ્યો હતો. જુગાર રમતા લોકોને ખાસ સર્વિસ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.