Baghdad hospital fire: બગદાદની કોવિડ હોસ્પિટલમાં આગ, 82 દર્દીઓના મોત
વિસ્ફોટ ઓક્સિજન સિલિન્ડરના સંગ્રહમાં થયેલી ભૂલને કારણે થયો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
બગદાદઃ વિશ્વમાં કોરોના સંકટ વચ્ચે દુખદ સમાચારોનો સિલસિલો યથાવત છે. એએફપી પ્રમાણે ઇરાકની રાજધાની બગદાદમાં એક કોવિડ-19 હોસ્પિટલમાં આગ લાગવાને કારણે 82 લોકોના દુખદાયક મોત થયા છે અને 110 લોકો દાઝી ગયા છે. આગ હોસ્પિટલના ઇન્ટેસિવ કેયર યુનિટમાં લાગી, જ્યાં કોવિડથી સંક્રમિત દર્દીઓ દાખલ હતા.
સૂત્રોએ કહ્યું કે, વિસ્ફોટ ઓક્સિજન સિલિન્ડરના સંગ્રહમાં થયેલી ભૂલને કારણે થયો, જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે.
સોશિયલ મીડિયા પર વીડિયોમાં દેખાડવામાં આવ્યું છે કે ઇરાકની રાજધાનીના દક્ષિણ-પૂર્વી બહારી વિસ્તારમાં સ્થિત અબ્ન-અલ-ખતીબ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર જવાનો પહોંચ્યા અને આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. તો દર્દીઓ અને તેના સંબંધીઓને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ હવે ભારતની મદદ માટે આગળ આવ્યું પાકિસ્તાન, કહ્યું- વેન્ટિલેટર સહિત જરૂરી સામાન મોકલવા તૈયાર
નાગરિક સુરક્ષાએ ઇરાકી રાજ્ય સમાચારને જણાવ્યું કે, તેમણે ઘટનાસ્થળ પર 120 દર્દીઓ અને તેના સંબંધીઓમાંથી 90 લોકોને બચાવ્યા છે.
બુધવારે ઇરાકમાં Covid-19 મામલાની સંખ્યા 10 લાખથી વધી ગઈ હતી. સ્વાસ્થ્ય મંત્રલાયે કુલ 1,025,288 કેસ નોંધ્યા અને 152017 મોત થયા છે. દેશમાં પ્રથમ કેસ ફેબ્રુઆરી 2020માં સામે આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube