ઝી બ્યુરો, અમદાવાદ: મન હોય તો માળવે જવાય... આ કહેવતને ઈટલીના એક દાદાએ સાર્થક કરી છે. કારણ કે આ દાદા 98 વર્ષની વયે ગ્રેજ્યુએટ થયા છે. તેમનું નામ છે ગ્યુસ્પે પેટરનો. પલેરમો યુનિવર્સિટીમાંથી હિસ્ટ્રી અને ફિલોસોફીમાં માસ્ટરની ડિગ્રી મેળવી છે. તેમને એક કાર્યક્રમમાં આ ડિગ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.


ઉલ્લેખનીય છે કે, 2 વર્ષ પહેલા તેમણે આ વિષયોમાં તેમની પ્રારંભિક ડિગ્રી મેળવી હતી. પારિવારિક સૂત્રોનું કહેવું છે કે પેટરનો ફરી એકવાર ટોપ ગ્રેડ સાથે સ્નાતક થયા. ગ્યુસ્પે પેટરનોનો જન્મ 1923 માં થયો હતો. એ સમયે જ્યારે મુસુલિનીએ રોમ પર શાસન સ્થાપ્યું હતું. બીજા વિશ્વયુદ્ધમાં તેઓ 20 વર્ષના હતા અને પોતાના દેશ માટે નેવીમાં ભરતી થયા હતા.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube