નેધરલેન્ડ: બાળકની ચાહતમાં મહિલાઓ આઈવીએફનો સહારો લેતી હોય છે પરંતુ નેધરલેન્ડમાં એક એવો મામલો સામે આવ્યો છે જે જાણીને તમે સ્તબ્ધ થઈ જશો. વાત જાણે એમ છે કે રોટેરડમમાં આઈવીએફ ક્લિનિકમાં મહિલાઓ સાથે દગાબાજીની વાત સામે આવી છે. ડોક્ટર પોતાના દર્દીઓ સાથે દગો કરતો હતો અને ડોનરના સ્પર્મ સાથે પોતાના સ્પર્મ બદલીને તેને આઈવીએફ ટેક્નિક માટે ઉપયોગમાં લેતો હતો. ડિફેન્સ ઓફ ચિલ્ડ્રન નામના એક સંગઠને ડીએનએ ટેસ્ટ કરાવતા આ સમગ્ર મામલો બહાર આવ્યો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ ક્લિનિકના ડોક્ટરે 49 મહિલાઓની પ્રેગ્નેન્સી માટે પોતાના જ સ્પર્મનો ઉપયોગ કર્યો. આ સંખ્યા વધી પણ શકે છે. જેન કરબેટ નામના આ ડોક્ટરનું 2017માં મોત થઈ ગયું હતું. ત્યારબાદ કોર્ટે આદેશ આપ્યો કે પેરેન્ટ્સને ડોક્ટરના ડીએનએ ટેસ્ટના રિઝલ્ટ આપવામાં આવે. ત્યારબાદ ખબર પડી કે ડોક્ટરોએ સ્પર્મ ડોનરની જગ્યાએ પોતાના સ્પર્મનો ઉપયોગ કર્યો હતો. 


OMG...ભારતનું એક નામ 325 અબજ રૂપિયામાં વેચાયું, વિગતો જાણી ચક્કર ખાઈ જશો


ડિફેન્સ ફોર ચિલ્ડ્રન નામની સંસ્થાએ કહ્યું છે કે નિજ્મેઝેન શહેરની એક હોસ્પિટલમાં કરાયેલા ડીએનએ ટેસ્ટના પરિણામોથી માલુમ પડ્યું છે કે ડોક્ટરના ડીએનએ સાથે 49 બાળકોના ડીએનએ મેચ થયા છે. તેમણે જણાવ્યું કે આ ટેસ્ટથી એવી વિગતો સામે આવી કે કરબેટ પોતાના ક્લિનિકમાં પોતાના જ સ્પર્મનો ઉપયોગ કરતો હતો. ડોક્ટરની ક્લિનિક હવે બંધ થઈ ગઈ છે. ચોંકાવનારી વાત એ છે કે 89 વર્ષના ડોક્ટરને મોત અગાઉ જ ખબર હતી કે તે અત્યાર સુધી 60 બાળકોનો પિતા બની ચૂક્યો છે.  જો કે 2009માં ક્લિનિક પર અનિયમિતતાના આરોપ લાગ્યા હતાં, ત્યારબાદ તેને બંધ કરી દેવાઈ. 


એક કોર્ટ દ્વારા ચૂકાદો આવ્યાં બાદ ફેબ્રુઆરીમાં આ મામલો સાર્વજનિક થયો. કોર્ટે ચૂકાદો આપ્યો હતો કે કરબેટના ડીએનએ ટેસ્ટ પેરેન્ટ્સ અને પીડિત બાળકો માટે ઉપલબ્ધ કરાવવામાં આવે. જેનાથી તેમને જાણકારી મળી શકે. નેધરલેન્ડના એક અખબારે એમ પણ જણાવ્યું કે કરબેટે એમ પણ સ્વીકાર્યું હતું કે તેણે ડોનર્સના સ્પર્મમાં મિલાવટ કરી અને ડોનર્સના ડોક્યુમેન્ટેશનમાં પણ ફ્રોડ કર્યું હતું. 'કરબેટના બાળકો'એ કોર્ટનો દરવાજો ખખડાવ્યો જેનાથી કરબેટના પરિવારે ડીએનએ ટેસ્ટના રિપોર્ટને સાર્વજનિક કરવા માટે મજબુર થવું પડ્યું. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...