Burj Al Babas: તુર્કીના દક્ષિણમાં એક શહેર આવેલુ છે Burj Al Babas. આ શહેરમાં અજીબો-ગરીબ દેખાતી ડિઝાઈન-શૈલીના એક, બે નહીં પરંતુ કુલ 587 ઘર આવેલા છે. દરેક ઘરમાં સ્વિમિંગ પુલ, ઝકૂઝી અને અંડરફ્લોર હીટિંગની વ્યવસ્થા છે. આ શહેરમાં શોપિંગ સેન્ટર, રેસ્ટોરન્ટ, સ્પાસ ગલ્ફ કોર્સ સહિતની લગભગ તમામ સુવિધા ઉપલબ્ધ છે. તેમ છતાં અહીં કોઈ રહેવા નથી માગતુ. બધા ઘર ખાલી પડેલા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકો કહે છે Ghost village
લોકો આ શહેરને Ghost village કહે છે. વાસ્તવમાં આ મકાનોનું નિર્માણ વર્ષ 2014માં શરૂ થયું હતું. જેને ખૂબ જ અલગ અને અસાધારણ શહેર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ અદ્ભુત શહેરનું કામ પૂર્ણ થાય તે પહેલા જ કેટલાક પર્યાવરણવાદીઓએ આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો. આ અંગે સ્થાનિક નાગરિક એજન્સીઓને ફરિયાદ કરવામાં આવી હતી.


તુર્કીમાં 24 કલાકમાં ભૂકંપનો ચોથો મોટો આંચકો, તુર્કી-સીરિયામાં વધે છે મૃત્યુઆંક


તુર્કી-સીરિયામાં કુદરતે મચાવ્યો કહેર, ભૂકંપ બાદ હવે સામે ઊભું છે આ મોટું સંકટ


માતા એવું કામ કરતી હતી કે ખબર પડતાં જ શાળાએ બાળકને કાઢી મૂક્યો


મેન્યુફેક્ચરિંગ કંપની નાદાર થઈ ગઈ
પછી કોરોના સમયગાળા દરમિયાન મંદીએ આ પ્રોજેક્ટની કમર તોડી નાખી. તેને બનાવતી કંપની દેવાના બોજ હેઠળ દબાઈ ગઈ અને નાદાર થઈ ગઈ. ત્યારથી શહેર અવઢવમાં છે. દૂરથી જોવામાં આવે તો, આ Burj Al Babasનાં ગ્લોબલ ટાવર મુલાકાતીઓને તેમની તરફ આકર્ષિત કરે છે.


એકપણ વ્યક્તિ નજરે નથી પડતો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાય એકરમાં ફેલાયેલા આ આખા શહેરમાં કોઈ વ્યક્તિ દેખાતી નથી. અહીં અંદર પણ કોઈ રસ્તા નથી. નજીકમાં રહેતા લોકો તેને Ghost village કહે છે. અહીં અડધા અધૂરા મિની-પેલેસ જોવા મળે છે. એવું કહેવાય છે કે તેમની રચના ફ્રેન્ચ ચેટોક્સથી પ્રેરિત છે. આ લક્ઝરી રિયલ એસ્ટેટ પ્રોજેક્ટમાં કુલ 700 મકાનો બનાવવાના હતા. જેની ભારતીય રૂપિયામાં કિંમત 4,45,70,557 કરોડ રાખવામાં આવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube