ટોક્યોઃ તમને સાંભળવામાં ખરેખર અજીબ લાગે પરંતુ આ સત્ય છે કે જાપાનમાં એક કંપની સેક્સ ડોલ્સના અંતિમ સંસ્કાર કરી રહી છે. જાપાનમાં એક કંપનીએ અણગમતી (ઉપયોગ થઈ ચુકેલી) સેક્સ ડોલના અંતિમ સંસ્કાર કરવાની જવાબદારી ઉઠાવી છે. તેના માટે કંપની 630 પાઉન્ડ સુધી ચાર્જ કરી રહી છે. એક મશીનમાં લાઇફ-સાઇઝ રમકડા નાખવા અને નષ્ટ કરતા પહેલા એક પોર્ટ સ્ટાર તેના માટે પ્રાર્થના પણ કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે લોકો પોતાના સેક્ટ રમકડાને મશીનમાં મારવા ઈચ્છતા નથી તે વધુ પૈસા ચુકવીને મોંઘા અંતિમ સંસ્કારનો વિકલ્પ પસંદ કરી શકે છે. આ રીતે અંતિમ સંસ્કારમાં ડોલને ડિસ્મેન્ટલ કરી એક સમયમાં એક પીસને નષ્ટ કરવામાં આવે છે. આ રીતના અંતિમ સંસ્કારને જાપાનની 'હ્યૂમન લવ ડોલ' કંપનીએ ઓફર કરી છે. કંપનીનું માનવું છે કે, લવ ડોલ્સનો જન્મ પ્રેમ માટે થાય છે.


ધ્યાન આપવા જેવી વાત છે કે જાપાનમાં તેવું માનવામાં આવે છે કે તમામ પ્રકારની ઢીંગલીઓ (ડોલ્સ)માં માણસની જેમ આત્મા હોય છે, તેથી તેને કચરામાં નાખવી ખરાબ માનવામાં આવે છે. કંપનીની વેબસાઇટ પર પોસ્ટ કરવામાં આવેલા ફોટોથી ખ્યાલ આવે છે કે નાની-નાની ફીમેલ ડોલ્સને ચારે તરફથી ફુલોથી ઢાંકી રાખવામાં આવી છે. જાપાનમાં દર વર્ષે આશરે 2,00 સેક્સ ડોલ્સનું વેચાણ થાય છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...