નવી દિલ્હીઃ Dangerous Snake Attack Video:  ભારતના મોટાભાગના ઝૂમાં તમે અનેક પ્રકારના જીવજંતુ જોયા હશે પરંતુ સરીસૃપની કેટલીક પ્રજાતિ ભાગ્યે જ જોવા મળે છે. ઈન્સ્ટાગ્રામ પર રેપ્ટાઈલ ઝૂના ફાઉન્ડર જે બ્રેવર અવારનવાર પોતાના પેજ પર ખતરનાક સાપ અને અન્ય પશુઓના મનોરંજક, જાણકારીવાળા વીડિયો પોસ્ટ કરતાં રહે છે. તેમની અનેક ક્લિપમાં તેમને સાપની સાથે કેમેરાની સામે વાતચીત કરતા જોઈ શકાય છે. તમે અનેકવાર વીડિયોમાં જોયું હશે કે તે અજગર જેવા વિશાળ સાપને ખભા પર બેસાડીને લઈ જાય છે. તેમને પોતાના ખભા પર એક મોટા મગરને લઈ જતા જોઈ શકાય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખતરનાક સાપે અચાનક હુમલો કરી દીધો:
તેમનો એક વીડિયો જે ઈન્ટરનેટ પર અત્ચંત વાયરલ થયો છે. જેમાં તે 9 ફૂટ લાંબા રેટ સ્નેકને પકડીને ઉભા છે. વીડિયોમાં સાપ તેમને કરડવાનો પ્રયાસ કરતો જોઈ શકાય છે. સાપને લઈને ઉભેલા જે બ્રેવર કેમેરાની સામે કંઈક વાતચીત કરતા જોવા મળે છે. પરંતુ ત્યારે સાપ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કરે છે. જોકે તે  આ મામલામાં એકસપર્ટ છે અને તરત જ પાછળ હટી જાય છે. તે સાપને પોતાના હાથથી કંટ્રોલ કરી લે છે. બ્રેવરે પોતાની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે દુનિયાના સૌથી મોટા રેટ સ્નેકમાંથી એક છે આ 9 ફૂટ લાંબો સાપ. તેને કીલ્ડ રેટ સ્નેક કહેવામાં આવે છે અને તે રિયર ફેંગ્ડ હોય છે. તેનો અર્થ એ છે કે પોતાનું ઝેર છોડ્યા પછી બાઈટ કરવાની જરૂર રહેતી નથી. આ એક સુંદર દક્ષિણ પૂર્વ એશિયાઈ સાપ છે. 



વીડિયો જોયા પછી આવા રિએક્શન આપ્યા:
વીડિયોને 39,000થી વધારે લાઈક્સ અને 8 લાખ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ક્લિપને જોયા પછી લોકો ચિંતિંત જોવા મળ્યા અને કોમેન્ટ બોક્સમાં પોતાની ચિંતાઓને વ્યક્ત કરતા જોવા મળ્યા. એક વ્યક્તિએ લખ્યું કે અત્યંત ઝડપી છે આ રેટલ સ્નેક. તે ગમે ત્યારે હુમલો કરી શકે છે. એક ઈન્સ્ટાગ્રામ યૂઝરે લખ્યું કે આ અત્યંત ડરામણું છે. તેની લંબાઈ બહુ વધારે છે. અન્ય એક યૂઝરે લખ્યું કે ઓહ માય ગોડ, આટલો ખતરનાક. ચોથાએ લખ્યું કે બાપ રે, સો સો સ્કેરી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube