ઝી બ્યુરો/નવી દિલ્હી: ફ્રાંસ અને સ્પેનની સરહદ પર એક એવો આઈલેન્ડ આવેલો છે . જેના પર બે દેશ વારાફરતી 6-6 મહિના સરકાર ચલાવે છે. જી, હા આ એકદમ સાચી વાત છે. જ્યારે દુનિયામાં અનેક દેશો જમીનના નાના ટુકડા માટે ઝઘડો કે યુદ્ધ શરૂ કરી દેતાં હોય છે. ત્યારે સ્પેન અને ફ્રાંસની સરહદ પર આવેલ આઈલેન્ડ પર બંને દેશ વારાફરતી શાસન કરે છે. ફિજેટ નામનો આ આઈલેન્ડ 1 ફેબ્રુઆરીથી 31 જુલાઈ સુધી સ્પેનના નિયંત્રણમાં અને બીજા 6 મહિના એક ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધી ફ્રાંસના નિયંત્રણમાં રહે છે. ખાસ વાત એ છે કે છેલ્લા 350 વર્ષથી બંને દેશ આ પરંપરાને નિભાવી રહ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આઈલેન્ડ પર શું છે નિયમ:
બંને દેશની સરહદની વચ્ચે વહી રહેલી નદી બિદાસોની વચ્ચે ફિજેટ આઈલેન્ડમાં કોઈ રહેતું નથી. આ આઈલેન્ડ પર ખાસ દિવસને છોડીને કોઈને જવાની અનુમતિ નથી. આઈલેન્ડમાં બંને બાજુ ફ્રાંસ અને સ્પેનની સેના તહેનાત રહે છે. બીબીસીના રિપોર્ટ પ્રમાણે આઈલેન્ડ ઘણો શાંત છે. જેમાં એક ઐતિહાસિક બિલ્ડિંગ પણ છે. જેનું કનેક્શન વર્ષ 1659માં થયેલી એક ઘટના સાથે જોડાયેલું છે.


1659માં થઈ હતી સંધિ:
પહેલાં આ આઈલેન્ડ માટે ફ્રાંસ અને સ્પેનની વચ્ચે ઝઘડો થયો હતો. જેના પછી બંને દેશની વચ્ચે 3 મહિના સુધી વાતચીત થઈ અને વર્ષ 1659માં એક સંધિ થઈ. આ સંધિને પાઈનીસ સંધિ નામ આપવામાં આવ્યું. આ સંધિ એક રોયલ લગ્ન સાથે પૂરા થઈ. આ લગ્ન સ્પેનિશ કિંગ ફિલિપ-5ની પુત્રી અને ફ્રેન્ચના રાજા લુઈસ XIV સાથે હતી. હવે આ આઈલેન્ડ પર બંને દેશ રોટેશન પ્રક્રિયા અંતર્ગત શાસન કરે છે. એક જ આઈલેન્ડ પર બંને દેશના રાજને કોનડોમિનિયમ કહેવામાં આવે છે. બોર્ડર સાથે લાગેલા સ્પેનિશ કસ્બા સેન સેબેસ્ટિયન અને ફ્રાંસના બેયોનાના નેવલ કમાન્ડર જ કાર્યકારી ગવર્નરના રૂપમાં કામ કરે છે.


ઘણો નાનો છે આ આઈલેન્ડ:
બંને દેશની વચ્ચે રહેલો આ આઈલેન્ડ ઘણો નાનો છે. આઈલેન્ડ માત્ર 200 મીટર લાંબો અને 40 મીટર પહોળો છે. બહુ ઓછા પ્રસંગે તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવે છે. જોકે આ આઈલેન્ડ માત્ર ઉંમરલાયક લોકો માટે ચર્ચાનો વિષય રહે છે. કેમ કે નાની ઉંમરના લોકો તેનું મહત્વ સમજતા નથી.


ધીમે-ધીમે ખતમ થવાના આરે આઈલેન્ડ:
સ્પેન અને ફ્રાંસની વચ્ચે આ ઐતિહાસિક આઈલેન્ડને લઈને ચિંતાની વાત માત્ર એટલી છે કે તે ધીમે-ધીમે ખતમ થઈ રહ્યો છે. આઈલેન્ડનો ઘણો ભાગ નદીમાં ભળી રહ્યો છે. તેમ છતાં બંને દેશ તેને બચાવવાનો કોઈ પ્રયાસ કરતા નથી. બંને દેશ આઈલેન્ડને બચાવવા માટે પૈસાનો ખર્ચ કરવા પણ તૈયાર નથી.