લંડન: આખી દુનિયામાં ઇન્ટરનેટ યૂજર્સને આગામી 48 કલાક દરમિયાન ભારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. નેટવર્ક ફેલ્યૂરના કારણે ઇન્ટરનેટ કનેક્ટિવિટી પ્રભાવિત થશે. મુખ્ય ડોમેન સર્વર પર મેન્ટેનેસનું કામ થશે. આ દરમિયાન ઇન્ટરનેટની ઉપલબ્ધતા પ્રભાવિત થશે. રશિયા ટુડેના અહેવાલનું માનીએ તો આખી દુનિયામાં ઇન્ટરનેટ યૂજર્સ નેટવર્ક કનેક્શનને બાધિત થતાં પરેશાન થશે. મેન ડોમેનનું કામ થવાથી સ્પીડ પ્રભાવિત થશે. થોડા સમય સુધી સ્થિતિ એવી જ રહેવાની સંભાવના છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે દરમિયાન આખી દુનિયામાં ઇન્ટરનેટની સ્પીડ પ્રભાવિત થશે તે સમયે ઇન્ટરનેટ કોર્પોરેશન ઓફ અસાઇન્ડ નેમ્સ એન્ડ નંબર્સ મેંટનેંસનું કામ કરશે. આ કામ ક્રિપ્ટોગ્રાફીને બદલવામાં આવશે. તેમાં ઇન્ટરનેટની એડ્રેસ બુક અથવા ડોમેન નેમ સિસ્ટમને પ્રોટેક્ટ કરવામાં મદદ મળશે. ICANN નું કહેવું છે કે તેનાથી સાઇબર એટેકની ઘટનાઓથી બચાવી શકાય છે. તેના માટે આ મેંટેનેંસનું કામ કરવામાં આવી રહ્યું છે.

એક WhatsApp એકાઉન્ટને 2 સ્માર્ટફોનમાં ચલાવવાની SUPER TIPS


કોમ્યુનિકેશન્સ રેગુલેટરી ઓથોરિટી (CRA)એ પોતાના એક નિવેદનમાં કહ્યું સુરક્ષા, સ્થિરતા માટે આખી દુનિયામાં આ પ્રકારનું ઇન્ટરનેટ શટડાઉન ખૂબ જરૂરી છે. ઓથોરિટીએ જણાવ્યું કે 'જો યૂજર્સના નેટવર્ક ઓપરેટર્સ અથવા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર્સ (ISPs) આ પરિવર્તન માટે તૈયાર નથી તો તેને આ સ્લોડાઉનથી પરેશાની થઇ શકે છે. જોકે, એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સિસ્ટમ સિક્યોરિટી એક્સટેંશનને ઇનેબલ કરી આ પ્રભાવને ઓછો કરી શકાય છે.'


ઇન્ટરનેટ યૂજર્સ જો એવા ISPનો ઉપયોગ કરે છે, જે આઉટડેટેડ છે તો તેમને ઇન્ટરનેટ નેટવર્કને એક્સેસ કરવામાં મુશ્કેલી થઇ શકે છે. આગામી 48 કલાક દરમિયાન વેબ પેજ એક્સેસ કરવા અથવા કોઇ ટ્રાંસજેક્શનમાં સમસ્યાઓ આવી શકે છે.