નવી દિલ્હી: માણસના શરીરમાં અનેક એવા ફેરફાર થતા હોય છે જે આપણી સમજ બહાર છે. આવું જ કઈંક એક 17 વર્ષની છોકરી સાથે થયું. તેના પેટમાં હંમેશા દુ:ખાવો રહેતો હતો. આ દુ:ખાવો શેના કારણે થતો હતો તે ખબર પડતી નહતી. હાલમાં જ થયેલી એક સર્જરીમાં આ ખુલાસો થયો. ખબર પડી કે છોકરીના પેટમાં વિકૃત જોડકા ભ્રુણ ઉછરી રહ્યાં હતાં. જે ટ્યુમર જેવા હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટિશ મેડિકલ જર્નલના એક રિપોર્ટ મુજબ યુવતીના પેટમાં આંશિક રીતે વિક્સિત જોડકા ઉછરી રહ્યાં હતાં. આવું લગભગ પાંચ વર્ષથી ચાલતું હતું. આ દરમિયાન છોકરીને પેટમાં દુખાવો, ભૂખ ન લાગવી અને ઈજા સમાન દુખાવો થવાની ફરિયાદ રહેતી હતી. જ્યારે ડોક્ટરે તેના પેટની તપાસ કરી તો એક ગાંઠદાર દ્રવ્યમાન કઈંક મહેસુસ થયું જે ખુબ કઠ્ઠણ હતું. 


ડોક્ટરોના જણાવ્યાં મુજબ યુવતીના પેટમાં રહેલા ટ્યુમરનો કેલ્શિયમવાળો ભાગ સીટી સ્કેન પર સફેદ જોવા મળતો હતો. પરંતુ નજીકથી પરીક્ષણ કરતા કેલ્શિયમનો ભાગ હાડકાનું સ્વરૂપ લઈ ચૂક્યો હતો. તેની પાંસળીઓ સુદ્ધા વિક્સી ગઈ હતી. કેટલાક ભાગમાં તેના વાળ નીકળી આવ્યાં હતાં અને દાંત પણ. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...