મોસ્કો/કિવઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ સમાપ્ત થશે કે નહીં, તેના પર હજુ સુધી નિર્ણય થઈ શક્યો નથી. બેલારૂસમાં રશિયા-યુક્રેન વચ્ચે ઐતિહાસિક બેઠક ખતમ થઈ ગઈ છે. બેઠક કુલ સાડા ત્રણ કલાક ચાલી છે. વાતચીતમાં યુક્રેને માંગ રાખી છે કે રશિયા ક્રીમિયા અને ડોનબાસ સહિત દેશમાંથી પોતાની સેના પરત લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રશિયા-યુક્રેન બેઠક સમાપ્ત
બેલારુસ સરહદ પર સોમવારે યુક્રેન અને રશિયાના પ્રતિનિધિમંડળ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. યુદ્ધની વચ્ચે આ શાંતિ મંત્રણા દરમિયાન યુક્રેને રશિયાની સામે મોટી માંગ કરી અને કહ્યું કે રશિયાએ યુક્રેનમાંથી પોતાની સેના પાછી ખેંચી લેવા જોઈએ.  આ સાથે એવી માંગ પણ કરવામાં આવી હતી કે રશિયાએ ક્રિમિયા અને ડોનબાસમાંથી પણ પોતાની સેના હટાવી લેવી જોઈએ.


આ પહેલા યુક્રેને રાષ્ટ્રપતિએ કહ્યુ હતુ કે રશિયાની સાથે વાતચીતનું તેનું મુખ્ય લક્ષ્ય તત્કાલ યુદ્ધવિરામ અને રશિયન સૈનિકોની વાપસી છે. 


ઝેલેન્સ્કી બોલ્યા- જીવ બચાવે અને જતા રહે રશિયન સૈનિક
મીટિંગ પહેલાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ ટ્વિટર હેન્ડલથી કેટલાક ટ્વીટ કર્યાં હતા. તેમાં તેમણે રશિયન સૈનિકોને અપીલ કરી હતી. લખ્યુ કે, તે પોતાનો જીવ બચાવે અને જતા રહે. આગળ લખ્યુ કે જ્યારે હું રાષ્ટ્રપતિ પદની ચૂંટણી લડી રહ્યો હતો ત્યારે કહ્યુ હતુ કે અમે બધા રાષ્ટ્રપતિ હશું કારણ કે દેશ પ્રત્યે બધાની જવાબદારી છે. હવે તે જ થયું છે. બધા યોદ્ધાની જેમ છે. 


રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પર ઝડપથી હુમલો કરી રહી છે. હુમલાનો આ પાંચમો દિવસ છે. યુક્રેનની સેના રશિયાનો મજબૂતીથી સામનો કરી રહી છે, પરંતુ કહેવામાં આવી રહ્યું છે કે તેના માટે આ ખૂબ જ મુશ્કેલ દિવસ છે. યુરોપિયન યુનિયને યુક્રેનને મદદ કરવા માટે શસ્ત્રો મોકલવાનું નક્કી કર્યું. તે જ સમયે, યુક્રેનના મુદ્દા પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક બોલાવવામાં આવી હતી. 15 સભ્યોમાંથી 11 સભ્યોએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ચર્ચાને સમર્થન આપ્યું છે. બીજી તરફ, યુક્રેન દાવો કરે છે કે તેણે 4,300 થી વધુ રશિયન સૈનિકોને મારી નાખ્યા છે અને 200 થી વધુને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube