લંડન: રજાઓ માણ્યા બાદ જ્યારે એક બ્રિટિશ મહિલા (British Woman) તેના ઘરે પહોંચી ત્યારે તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન પણ હતું. ખરેખર, એક ગરોળી મહિલાની (Lizard) બ્રામાં છુપાઈ ગઈ અને તેની સાથે 4000 માઈલ (લગભગ 6437 કિમી) ની મુસાફરી કરી દક્ષિણ યોર્કશાયર પહોંચી હતી. જ્યારે પરત ફરતી વખતે મહિલાએ પોતાની સુટકેસને અનપેક કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે એક ગરોળી જોઈ. મહિલાએ આ બિન આમંત્રિત મહેમાનનું નામ બાર્બી રાખ્યું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Russell થી વધારે ડરી ગઈ હતી Lizard
'મિરર'ના અહેવાલ મુજબ, 47 વર્ષીય રસેલ (Lisa Russell) એ જ્યારે સુટકેસ ખોલતી વખતે પોતાની બ્રા નીકાળી ત્યારે કંઈક અજુગતું લાગ્યું. આ પછી તેણે અન્ડરગાર્મેન્ટને જોરથી ઝાટક્યા પછી કાળી ગરોળી બેડ પર પડી. પહેલા રસેલ ડરી ગઇ અને ચીસો પાડવા લાગી, પરંતુ પછી તેણે જોયું કે ગરોળી તેના કરતા વધારે ડરી ગઈ હતી.


આ પણ વાંચો:- દુનિયા પર ફરી મંડરાયો 9/11 જેવા હુમલાનો ખતરો, યૂકેની ગુપ્તચર એજન્સીએ આપી ચેતવણી


Barbado થી સાથે આવી
Thrybergh માં રહેતી રસેલ ગત મંગળવારે બાર્બાડોસમાં રજા માણ્યા બાદ પાછી ફરી હતી અને ત્યાંથી તેની સાથે એક બિન આમંત્રિત મહેમાન આવ્યું હતું. રસેલે કહ્યું, 'ગરોળી નસીબદાર હતી કે મેં બ્રાને સૂટકેસમાં સૌથી ઉપર રાખી હતી. મેં તેનું નામ બાર્બી રાખ્યું છે અને તેને પ્રાણીઓ માટે કામ કરતી સંસ્થાને સોંપી છે.


આ પણ વાંચો:- વરસાદથી પાણી-પાણી થયું દિલ્હી, ઘણા વિસ્તારોમાં ભરાયા પાણી, તળાવમાં ફેરવાયું એરપોર્ટ


RSPCA ની દેખરેખ હેઠળ ગરોળી
બીજા દેશમાંથી આવેલી આ ગરોળી હાલમાં RSPCA (Royal Society for the Prevention of Cruelty to Animals) ની દેખરેખ હેઠળ રાખવામાં આવી છે. RSPCA નિરીક્ષકે જણાવ્યું હતું કે યુકેમાં ગરોળી છોડવી ગેરકાયદેસર હશે, કારણ કે તે Non-Native Species છે. તેમણે કહ્યું કે ગરોળી અહીંના વાતાવરણમાં ટકી શકશે નહીં. હાલમાં, નિષ્ણાત સરિસૃપ કીપર તેની સંભાળ લઈ રહ્યા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube