ઝી બ્યૂરો, અમદાવાદઃ મહિલા અને પુરુષ વચ્ચે થોડી વાર વાદ-વિવાદ ચાલ્યો. ત્યારબાદ, અચાનક મહિલાએ તે માણસને પકડ્યો અને તેને ચુંબન કરવાનું શરૂ કર્યું. દરમિયાન, તેણે તેના દાંતથી માણસની જીભ કાપી નાંખી અને તેને રસ્તા પર ફેંકી દીધો હતો. પીડિત કંઈપણ સમજી શકે તે પહેલાં તેની જીભ ઉડી ગઈ હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બ્રિટનમાં રહેતા એક વ્યક્તિને માર્ગમાં ચાલતા વિવાદ થયો હતો. જેના માટે તે શખ્સને ઘણી ભારે કિંમત ચૂકવવી પડી હતી. જે મહિલા સાથે તેનો વિવાદ થયો હતો તેણે તેને કાયમ માટે મૂંગો કરી દીધો છે. આ ચોંકાવનારા મામલાની ચર્ચા બધે જ થઈ રહી છે. આ સાથે જ કોર્ટે આરોપી મહિલાને દોષી ઠેરવી છે.  આ ઘટનામાં મહિલાએ વ્યક્તિની જીભ કાપી નાંખી અને તેને રસ્તા પર ફેંકી દીધી. જેને એક પક્ષી લઈ ઉડી ગયું હતો. જેના લીધે જીભ કનેક્ટ થઈ શકી ન હતી અને હવે તે કાયમ માટે આવી કપાયેલી જ રહેશે.


SEAGUL પક્ષી જીભ લઈ ઉડી ગયું
એડનબર્ગ પોલીસના જણાવ્યા મુજબ જેમ્સ મેકેન્ઝી નામનો શખ્સ ક્યાંક ફરવા જઈ રહ્યો હતો. જ્યારે તે રસ્તામાં જઈ રહ્યો હતો. ત્યારે, તેની 27 વર્ષીય બેથની રાયન સાથે કોઈ બાબતને લઈને બોલાચાલી થઈ હતી. થોડા સમય માટે બંને દલીલો ચાલુ રાખી હતી પછી અચાનક બેથનીએ જેમ્સ પર કૂદી ગઈ હતી અને તેને કિસ કરવા લાગી હતી. આ સમય દરમિયાન, તે જેમ્સની જીભને તેના દાંતથી કાપી નાંખી હતી અને રસ્તા પર ફેંકી દીધી હતી. જેમ્સ કંઈપણ સમજી શકે તે પહેલાં, નજીકમાં ફરતું સમુદ્રનું પક્ષી સીગલ (SEAGUL) તેની છૂટી પડેલી જીભ લઈને ઉડી ગયું હતું.


ગુજરાતમાં કોંગ્રેસની હાલત...દિલ તોડીને દગો કર્યો અને જિંદગી થઈ રમણ ભમણ...


આપ્યું અજીબ REACTION
ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, 1 ઓગસ્ટ 2019ની આ ઘટનાની સુનાવણી એડનબર્ગની શેરીફ કોર્ટમાં થઈ હતી. જેમ્સ મેકેન્ઝીના વકીલ, સુઝૈન ડિક્સને, કોર્ટને જણાવ્યું હતું કે વિવાદ પછી જેમ્સ આરોપી તરફ આગળ વધ્યો ત્યારે તેણે તેને વિચિત્ર પ્રતિક્રિયા આપી હતી. આરોપીએ જેમ્સને ધક્કો માર્યો અને પછી તેને કિસ કરી હતી. તે દરમિયાન તેણે જેમ્સની જીભને દાંતથી કાપી નાંખી હતી.


નહીં થઈ શકી SURGERY
કોર્ટની સુનાવણી દરમિયાન સુઝાન ડિકેસને કહ્યું કે, બેથની રિયાના કારણે જેમ્સ કાયમ માટે મૂંગો થઈ ગયો છે. તેમણે કહ્યું કે, ઘટના બાદ લોહીથી લથબથ જેમ્સને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, તેની કપાયેલી જીભનો ટુકડો ન હોવાથી તેની સર્જરી થઈ શકી ન હતી. તમામ દલીલો સાંભળ્યા પછી, કોર્ટે બેથનીને દોષી ઠેરવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube