મોસ્કો: જો તમે મેટ્રોમાં આરામથી બેઠા હોવ અને કોઈ યુવતી આવીને પગની વચ્ચે પાણી નાખી દે તો તમે શું કરશો. રશિયામાં હાલ એક યુવતી આ જ કામથી ચર્ચામાં છે. અન્ના દોવગાલિક નામની આ લો સ્ટુડન્ટ મેટ્રોમાં પગ ફેલાવીને બેઠેલા યુવકો પર બ્લીચનું પાણી ઢોળી રહી છે. અન્ના આ રીતે રશિયામાં લૈંગિક અસમાનતા વિરુદ્ધ પોતાનો ગુસ્સો બતાવી રહી છે. અન્ના આ માટે 30 લીટર પાણીમાં 6 લીટર બ્લીચ ભેળવીને મિશ્રણ તૈયાર કરે છે. ત્યારબાદ મેટ્રોમાં જે લોકો પગ ફેલાવીને બેસે છે તેમના ઉપર આ મિશ્રણ નાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મિશ્રમ થોડા સમયમાં જ કપડાના રંગ ખરાબ  કરી નાખે છે. અન્ના પોતાના આ આંદોલનને હાલ સેન્ટ પીટર્સબર્ગમાં ચલાવી રહી છે. અન્નાનું કહેવું છે કે આ ખરાબ ઢંગથી બેસવાની સમસ્યા આખી દુનિયામાં છે. પરંતુ મે તેના વિરુદ્ધ શરૂઆત કરી છે. પરંતુ અન્ના ત્યારે ચૂપ થઈ જાય છે જ્યારે તેમની જ યુનિવર્સિટીના વિદ્યાર્થી રહી ચૂકેલા વ્લાદિમિર પુતિન પણ આ જ પ્રકારે ચૂપ બેસે છે. 



અનેક ચેનલ તેના આ કેમ્પેઈનને ખોટું બતાવી રહ્યાં છે. પરંતુ અન્નાએ પોતે આ વીડિયો શેર કરીને કહ્યું છે કે તે ખોટુ નથી. તે આમ કરી રહી છે. તેનું કહેવું છ ેકે તેમનો આ વીડિયો તે લોકો માટે છે જે આ પ્રકારે બેસે છે. આથી આમ કર્યા બાદ દરેક વ્યક્તિને સમજમાં આવી જશે કે તમારે પોતાના શરીરના દરેક ભાગને કેવી રીતે રાખવો જોઈએ. 



અન્ના આ અગાઉ પણ પોતાના વિરોધના અંદાજના કારણે ચર્ચામાં રહી છે. અપરસ્કર્ટિંગ અવેયરનેસ કેમ્પેન માટે તે ચર્ચામા હતી. તેણે પોતાના સ્કર્ટને જાહેરમાં ઉંચુ કર્યું હતું. તેનું કહેવું છે કે જ્યાં સુધી મહિલાઓના હિતો પર પ્રહાર થશે ત્યાં સુધી તે પોતાનો અવાજ ઉઠાવશે.