કાબુલ: કાબુલમાંથી (Kabul) એક એવી તસવીર સામે આવી છે જેને જોઈને સમગ્ર દુનિયાની આંખો સ્તબ્ધ થઈ ગઈ. જોનાર દરેક આશ્ચર્યચકિત હતા કે 'મૃત' આતંકવાદી કાબુલમાં કેવી રીતે બેઠક યોજી રહ્યો છે? આશ્ચર્યજનક તસવીર અફઘાનિસ્તાનમાં તાલિબાનના (Taliban) કમાન્ડર અબ્દુલ હમીદ હમાસીની (Abdul Hameed Hamasi) છે. હમાસી કાબુલમાં દુકાનદારો, ડોકટરો અને લોકો વચ્ચે બેઠક યોજી રહ્યો છે અને તાલિબાન શાસન હેઠળ સુરક્ષાની ખાતરી આપે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હમાસીના મોતની કરવામાં આવી હતી ઉજવણી
અબ્દુલ હમીદ હમાસીએ આજે ​​અફઘાનિસ્તાનની (Afghanistan) રાજધાની કાબુલમાં ઉદ્યોગપતિઓ, ડોકટરો અને નાગરિકો સાથે અલગ બેઠક યોજી હતી અને તેમને તાલિબાન (Taliban) શાસન હેઠળ સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી હતી. એટલું જ નહીં, હમાસીએ અફઘાન મહિલાઓને સુરક્ષા અને નવા તાલિબાન શાસન પર નવા નિયંત્રણો ન લાદવાની ખાતરી પણ આપી. અબ્દુલ હમીદ હમાસીની (Abdul Hameed Hamasi) આ તસવીરો જોઈને સમગ્ર દુનિયાની આંખો સ્તબ્ધ થઈ ગઈ હતી કારણ કે અફઘાન સેનાએ આજથી 4 મહિના પહેલા આ તાલિબાની કમાન્ડરની હત્યાની ઉજવણી કરી હતી.


આ પણ વાંચો:- કાબુલ એરપોર્ટ પર 7 મહિનાની માસૂમ, ખૂબ જ દર્દનાક તસવીર આવી સામે


શું છે કહાની?
અફઘાન સંરક્ષણ મંત્રાલયે એક નિવેદન જારી કરીને સુરક્ષા કર્મચારીઓની પ્રશંસા કરી જેમણે હમાસીને માર્યો અને તેને અફઘાન સેના માટે મોટી સફળતા ગણાવી. પરંતુ અફઘાનિસ્તાનમાં (Afghanistan) તાલિબાનનું (Taliban) શાસન સ્થપાયા બાદ હમાસીની તસવીરો એક અલગ જ કહાની કહી રહી છે.


આ પણ વાંચો:- VIDEO: મહારાજા રણજીત સિંહની પ્રતિમા સાથે તોડફોડ, ઇસ્લામિક પાર્ટીના સભ્ય પર આરોપ


હવે સરકારમાં મળશે મોટી જવાબદારી
અબ્દુલ હમીદ હમાસીને તાલિબાન દ્વારા પૂર્વી અફઘાનિસ્તાનની જવાબદારી સોંપવામાં આવી હતી જ્યાં તેનું કામ તાલિબાન માટે લડવૈયાઓ ભેગા કરીને તેમને નિર્દય આતંકવાદી બનાવવાનું હતું. અમેરિકન અને અફઘાન દળો પર હુમલામાં હમાસીનું નામ ઘણી વખત સામે આવ્યું હતું અને તે યુએસ અને અફઘાન દળોની હિટ લિસ્ટમાં હતું. પરંતુ અમેરિકી સેનાની પરત ફર્યા બાદ અને અફઘાનિસ્તાન પર તાલિબાનના નિયંત્રણ બાદ અફઘાનિસ્તાનમાં સરકાર રચ્યા બાદ હમાસી જેવા ખતરનાક આતંકવાદીને મોટી જવાબદારી સાથે ઈનામ આપવામાં આવશે તેવી આશંકા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube