બેજિંગ: ચીનના પ્રોડક્ટ્સ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર દુનિયામાં ઘણા પ્રખ્યાત છે. પછી ભલે તે ટેક્નોલોજીનો સામાન હોય કે ઘર વપરાશના ચીનમાં બનાવવામાં દરેક વસ્તુ સમગ્ર દુનિયામાં નિકાસ કરવામાં આવે છે. ચીનના લોકો જેટલી મહેનત કરે છે, તેટલા વધારે રોગોથી પીડાય છે. ચીનના રિપોર્ટ અનુસાર, વર્ષ 2018ના અંત સુધી ઓક્યૂપેશન ડિસીઝ (વ્યવસાયના કારણે થતો રોગ)ના લગભગ 9,70,000 કેસ જોવા મળ્યા છે. જેમાં 90 ટકા કેસ ન્યૂમોકોનિયોસિસ (ખાંસી અને શ્વાસ લેવાની મુશ્કેલીઓના લક્ષણો)ના જોવા મળી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: સતત 10 દિવસથી વ્યક્તિના નાકમાંથી લોહી નીકળતું હતું, ડોક્ટરોએ જોયું તો હાજા ગગડી ગયા, જુઓ VIDEO


સૌથી વધારે લોકો ન્યૂમોકોનિયોસિસથી પીડિત
એક અધ્યયન અનુસાર, 90 કરોડ ચીન કર્મચારીઓમાંથી 2.5 કરોડ કર્મચારીઓમાં દર વર્ષે કાર્યસ્થળ પર રોગમાં જકડાઇ જાય છે. જેમાં સૌથી વધારે લોકો ન્યૂમોકોનિયોસિસના પીડિત છે. આ લાંબા સમય સુધી રહેતો અને જીવલેણ રોગ છે. જેમાં ધૂળ અને નાના કંણોના અંદર જવાથી ફેફસાને અસર થાય છે.


વધુમાં વાંચો: VIDEO: ઘોડાની જેમ કૂદકા મારતી આ મહિલાને જોઈને તમે પણ મોઢામાં આંગળા નાખી દેશો


સમાચાર એજન્સી સિન્હુઆએ રાષ્ટ્રીય સ્વાસ્થ્ય પંચના ડેપ્યુટી ડિરેક્ટર લી બિનના અહેવાલ અનુસાર જણાવ્યું કે પૈનલ સંબંધિત વિભાગોની સાથે કરાર કરી ન્યૂમોકોનિયોસિસને રોકવા અને તેની સારવાર મળી રહે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. લીએ આ દર્દીઓને રોગના કારણે આર્થિક વસાહતથી બચાવવા માટે મેડિલક વીમો, મેડિકલ સહયોગ અને આજીવિકામાં સહકાર આપવાના પ્રયત્નો પર ભાર મુક્યો છે.


વધુમાં વાંચો: બ્રિટનમાં ક્રૃપાણ રાખી શકશે શીખ, નવા હથિયાર અંગેના કાયદાને મળી મંજુરી


તેમણે જણાવ્યું કે, પંચ કાયદાકીય, સરકારી દેખરેખ અને વ્યવસાયિક આરોગ્ય તાલીમમાં સુધારા લાવી શ્રણ સ્વાસ્થ્યને સુરક્ષિત કરવા માટે પણ પ્રયાસ કરશે. લીએ કહ્યું કે, કુલ 10 પ્રકારના 132 રોગને ચીનમાં ઓક્યૂપેશનલ રોગની શ્રેણીમાં ગણવામાં આવે છે.
(ઇનપુટ: આઇએએનએસ)


જુઓ Live TV:-


વર્લ્ડના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...