અનેક વિદ્યાર્થીઓ વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા ધરાવે છે. જો કે બધાની ઈચ્છા પૂરી થતી નથી. હકીકતમાં જેમની આર્થિક સ્થિતિ સારી હોય છે તેમના સંતાનોના સપના તો પૂરા થઈ જતા હોય છે પરંતુ અનેક બાળકોની ઈચ્છાઓ અધૂરી રહી જાય છે. આવામાં વિદ્યાર્થીઓને મળનારી કેટલીક સ્કોલરશિપ તમારી વિદેશ જવાની સપનાને પૂરા કરી શકે છે. અહીં અમે તમને એક એવી સ્કોલરશીપ વિશે જણાવી રહ્યા છીએ જેમાં તમને 10 લાખ રૂપિયા સુધીની મદદ મળી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી વર્ષ માટે છે સ્કોલરશીપ પ્રોગ્રામ
હકીકતમાં યુનાઈટેડ કિંગડમની શેફીલ્ડ યુનિવર્સિટી તરફથી સિલેક્ટેડ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સને 10 લાખ રૂપિયા સુધીની રકમ આપવામાં આવશે. આ સ્કોલરશીપ પ્રોગ્રામ વર્ષ 2024માં અંડર ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓ માટે છે. જે હેઠળ 75 ઈન્ટરનેશનલ વિદ્યાર્થીઓને મેરિટ સ્કોલરશીપ આપવામાં આવશે. આ સ્કોલરશીપ હેઠળ 10 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 10.33 લાખ રૂપિયાની રકમ મળશે. 


મહત્વપૂર્ણ તારીખો
આ સ્કોલરશીપ માટે અરજી કરવાની છેલ્લી તારખી 24 એપ્રિલ 2024 છે. સિલેક્ટેડ કેન્ડિડેટ્સના નામોની જાહેરાત 15 મે 2024ના રોજ કરાશે. કેન્ડિડેટ્સે પોતાના એડમિશનના કન્ફર્મેશન અને સ્કોલરશીપ સ્વીકાર કરવાની જાણકારી નિર્ધારિત સમયમાં આપવી પડશે. તારીખની જાહેરાત પછી કરાશે. અપડેટ જાણવા માટે sheffield.ac.uk પર વિઝિટ કરવી પડશે. 


આવા વિદ્યાર્થીઓ કરી શકે અરજી
-  જે વિદ્યાર્થીઓ પાસે શેફીલ્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાનો ઓફર લેટર હોય તે જ સ્કોલરશીપ માટે અરજી કરી શકશે. 
- કેન્ડિડેટે જે કોર્સમાં પ્રવેશ લીધો હોય તે યુનિવર્સિટીમાં વર્ષ 2024માં શિયાળામાં શરૂ થઈ રહ્યો હોય. 
- આ સ્કોલરશીપ માટે મેડિસિન અને ડેન્ટિસ્ટ્રીને બાદ કરતા તમામ યુજી પ્રોગ્રામના વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે. 
- સમગ્ર અભ્યાસ વિદ્યાર્થી દ્વારા સેલ્ફ ફંડેડ હોવો જોઈએ. જેમાં ઓવરસીઝ ટ્યૂશન ફી પણ સામેલ છે. 
- યુનિવર્સિટીમાં વિદ્યાર્થી ડિગ્રી કોર્સના પહેલા કે બીજા વર્ષમાં એડમિશન લઈ રહ્યો હોય તે જરૂરી છે. 
- કોઈ  થર્ડ પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને સ્પોન્સરશીપ ન મળી હોય. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube