વોશિંગ્ટન: અમેરિકી સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટના ચીફ આતંકી અબુ બકર અલ બગદાદીના ગુપ્ત ઠેકાણાની માહિતી આપનારા બાતમીદારે તેના મોત બાદ મૃતદેહના ડીએનએ ટેસ્ટમાં પણ ખુબ મદદ કરી. રસપ્રદ વાત એ છે કે મૃતદેહ બગદાદીનો જ છે કે નહીં તે ચોક્કસાઈ મેળવવા માટે બગદાદીના ગંદા અન્ડરવેર સાથે તેને મેચ કરાયો હતો. જેને બાતમીદારે ચોરીને પોતાની પાસે રાખ્યો હતો. તે બાતમીદારે જ અમેરિકી સેનાને દુનિયાના સૌથી ખૂંખાર આતંકીના ગુપ્ત ઠેકાણા વિશે જણાવ્યું હતું. સીરિયાઈ કૂર્દ સંગઠને જણાવ્યું કે તેમણે બગદાદીના નજીકના સર્કલ સુધી પોતાની પહોંચ સ્થાપિત કરી હતી અને એક જાસૂસની મદદથી બગદાદીના અંડરવેરચોરી કરાયા હતાં. તેના ઉપયોગથી જ ડીએનએ ટેસ્ટમાં મદદ મળી અને મૃતદેહની પુષ્ટિ થઈ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ખૂંખાર બગદાદીને અમેરિકી કમાન્ડોએ દોડાવી દોડાવીને માર્યો, જાણો ખાતમાની ઈનસાઈડ સ્ટોરી


આ બાતમીદારને અમેરિકાની સેનાની મદદ કરી રહેલા કૂર્દિશ સશસ્ત્ર દળે પોતાની નિગરાણીમાં રાખ્યો હતો. આ બાતમીદારે ઈદલિબમાં સ્થિત બગદાદીના ઠેકાણાનો આખી રૂપરેખા સુરક્ષાદળો સમક્ષ રજુ કરી હતી. એક એક રૂમના લેઆઉટ અંગે જણાવ્યું હતું. શનિવારે સાંજે અમેરિકી સેનાએ ઉત્તર પશ્ચિમી સીરિયાના ઈદલિબ પ્રાંતના બારિશા ગામમાં બગદાદીના ઠેકાણા પર હુમલો કર્યો હતો. 


આ કાર્યવાહીમાં ઘેરાઈ ગયેલા  બગદાદીએ પોતાને વિસ્ફોટક બેલ્ટ બાંધીને ઉડાવી દીધી હતી. તેની સાથે 3 માસૂમ બાળકોના પણ મોત થયાં. ડેઈલી મેલના રિપોર્ટ મુજબ કૂર્દ સંગઠન સીરિયન ડેમોક્રેટિક ફોર્સે જણાવ્યું કે બગદાદીના ઘરની રજેરજની માહિતી આ બાતમીદારે જ જણાવી હતી. 


જુઓ LIVE TV


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...