પાકિસ્તાને 8 જ મહિનામાં મુનીરને હટાવી કટ્ટરપંથી અધિકારીને બનાવ્યાં ISIના નવા પ્રમુખ
લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવા પ્રમુખ હશે. જનરલ આસિમ મુનીરની જગ્યાએ તેમની નિમણૂંક થઈ છે.
ઈસ્લામાબાદ: લેફ્ટેનન્ટ જનરલ ફૈઝ હમીદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈના નવા પ્રમુખ હશે. જનરલ આસિમ મુનીરની જગ્યાએ તેમની નિમણૂંક થઈ છે. કટ્ટર ગણાતા ફૈઝ હમીદની પસંદગી ચોંકાવનારો નિર્ણય છે. ખાસ કરીને આસિમ મુનીરે તો હજુ પદ સંભાળ્યાને 8 મહિના જ થયા હતાં. સામાન્ય રીતે આઈએસઆઈના ચીફનો કાર્યકાળ 3 વર્ષનો હોય છે.
અગાઉ પણ આઈએસઆઈમાં કામ કરી ચૂકેલા ફૈઝ હમીનદને એજન્સીના ડાઈરેક્ટર જનરલ તરીકે નિયુક્ત કરાયા છે. પાકિસ્તાની સેનાની પ્રેસ વિંગે નિવેદન બહાર પાડીને આ જાણકારી આપી. પરંતુ કાર્યકાળ પૂરો થયા પહેલા જ મુનિરને કેમ હટાવ્યાં તેનું કારણ જણાવ્યું નહીં. પાકિસ્તાનના નિર્માણને 72 વર્ષથી વધુ વીતી ગયા પરંતુ અડધો સમય તો પાકિસ્તાનમાં સેનાનું જ શાસન રહ્યું છે.
જુઓ LIVE TV