નવી દિલ્હી: કેનેડામાં રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયો માટે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય વિદેશ મંત્રાલયે એક એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરી કેનેડામાં ભારતીયો વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઈમને લઈને જાહેર કરવામાં આવી છે.


વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું છે કે કેનેડામાં ઘ્રુણા, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે, તેથી ત્યાંના ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર કેનેડામાં ભારતના નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે જાહેર કરાયેલ એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે નફરતના ગુનાઓ, વંશીય હિંસા અને ભારત વિરોધી ગતિવિધિઓ સંબંધિત ઘટનાઓમાં તીવ્ર વધારો થયો છે. કેનેડામાં વિદેશ મંત્રાલય અને કેનેડામાં અમારા હાઈ કમિશન અને કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાઓને ત્યાંના વહીવટીતંત્ર સાથે ઉઠાવી છે અને તેમને આવા ગુનાઓની તપાસ કરવા અને યોગ્ય પગલાં લેવા વિનંતી કરી છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube