Taliban ના લીધે બદનામ Afganistan માં ઝન્નત જેવા સુંદર સ્થળો પણ છે! જુઓ અદભુત અફઘાન
અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી હટી ચુકી છે. તાલિબાનોએ હવે પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કાબૂ મેળવી લીધો છે. ત્યારે, તાલિબાનનું નામ સાંભળતા જ લોકો મનમાં અફઘાનિસ્તાનની ખૌફનાક તસ્વીરો દિમાગમાં આવે છે. પણ અફઘાનિસ્તાનની ઘણી અલગ તસ્વીરો પણ છે. જે ખુબ જ અદ્ભુત અને ખુબસુરત છે. તો ચાલો આજે તમને બતાવ્યે અફઘાનિસ્તાનની સૌથી સુંદર 10 જગ્યાઓની તસ્વીરો.
ઝી બ્યૂરો, અમદાવાદઃ અમેરિકાની સેના અફઘાનિસ્તાનમાંથી હટી ચુકી છે. તાલિબાનોએ હવે પંજશીર સિવાય સમગ્ર અફઘાનિસ્તાન પર કાબૂ મેળવી લીધો છે. ત્યારે, તાલિબાનનું નામ સાંભળતા જ લોકો મનમાં અફઘાનિસ્તાનની ખૌફનાક તસ્વીરો દિમાગમાં આવે છે. પણ અફઘાનિસ્તાનની ઘણી અલગ તસ્વીરો પણ છે. જે ખુબ જ અદ્ભુત અને ખુબસુરત છે. તો ચાલો આજે તમને બતાવ્યે અફઘાનિસ્તાનની સૌથી સુંદર 10 જગ્યાઓની તસ્વીરો.
પામીર માઉન્ટેનઃ
સેન્ટ્રલ એશિયામાં સ્થિત પામીર માઉન્ટેન્સ એક ફેસમ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન છે. જેની ખૂબસુરતી તમારી આંખોને ઠંડક આપશે. આ જગ્યા હિમાલય અને તિયાન શાન, સુલેમાન, હિન્દુકુશ, કુનલુન અને કરાકોરમ પર્વતમાળાની વચ્ચે સ્થિત છે. આ પહોડોને એક્સપલોર કરવા દુનિયાભરના ટૂરિસ્ટ અહીં આવતા હોય છે.
બંદ-એ-આમિર નેશનલ પાર્કઃ
એક અંતરિયાળ વિસ્તારમાં બંદ-એ-આમિર નેશનલ પાર્ક સ્થિત હોવાના કારણે ત્યાં પહોંચવું થોડું મુશ્કેલ છે. અફઘાનિસ્તાનના બામિયાન શહેરથી પસાર થઈને અહીં પહોંચી શકાય છે. અહીં માટે અઠવાડીયામાં માત્ર 2 વખત મીની વેન જતી હોય છે.
બામિયાનના બુદ્ધઃ
અફઘાનિસ્તાનના મધ્યમાં આવેલા બામિયાનમાં એક સમયે બુદ્ધોનો વાસ હતો. આ સ્થળ એક મલ્ટી ક્લચરલ ડેસ્ટિનેશન છે. અહીં ચીની, ભારતીય, ફાર્સી, ગ્રીક અને તુર્કી પરંપરાઓનું અનોખુ મિલન જોવા મળે. અહીં આવેલી બુદ્ધની વિશાળકાય પ્રતિમાઓ તમને આશ્ચર્ય પમાળશે.
બ્રોઘિલ પાસઃ
હિન્દુ કુશ અને બદખ્શાં પ્રાંતના વાખન જિલ્લાને પાર કરતા જ તમને બ્રોઘિલ પાસની ઉંચી ચોટી પોતાની પ્રાકૃતિક સુંદરતા સાથે તમારુ સ્વાગત કરશે. અહીંનું શાંત વાતાવરણ અને હરિયાળી તમને પોતાની તરફ ખેંચશે.
મીનાર-એ-આઝમઃ
65 મીટર ઉંચી મીનાર-એ-આઝમ જોઈને કદાચ તમને ચક્કર આવી જશે. એવું કહેવામાં આવે છે કે, ધુરિદ સામ્રાજ્યના ઐતિહાસિક કાળમાં આ સ્મારક બન્યું હતું. આ મીનાર પર સુંદર કોતરણી પણ તમને જોવા મળશે.
બાગ-એ-બાબરઃ
બાગ-એ-બાબર અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આવેલું છે. આ બાગનું નિર્માણ મુગલ શાસક બાબરે પોતાના શાસન કાળમાં કરાવ્યું હતું. આ ડેસ્ટિનેશન તમને સુખદ અનુભવ આપશે.
હેરાત નેશનલ મ્યુઝિયમઃ
અફઘાનિસ્તાનના હેરાત શહેરમાં એક નેશનલ મ્યુઝિયમ પણ આવેલું છે. પહેલાં આ મ્યુઝિયમને તોડવામાં આવ્યું હતું. પણ બાદ ટૂરિસ્ટોને અફઘાનિસ્તાનના ઈતિહાસથી રૂબરુ કરાવવા માટે આ મ્યુઝિયમ ફરી બનાવવામાં આવ્યું. લોકો પહેલાં આને એલેક્સેન્ડરનો ગઢ માનતા હતા.
દારુલ અમન પેલેસઃ
અફઘાનિસ્તાનમાં દારુલ અમન પેલેસ પણ ખુબ જ લોકપ્રિય છે. જેનો અર્થ થાય છે, શાંતિનો નિવાસ. આ મહેલનું નિર્માણ યુરોપિયન શૈલીમાં કરવામાં આવ્યું છે, જે હવે બર્બાદ થઈ ચુક્યુ છે. 1927માં આ પેલેસ તૈયાર કરાયું હતું. આ પેલેસને ત્યારના શાસક આમીર અમાનુલ્લાહ ખાને બનાવડાવ્યું હતું. આ પેલેસને બનાવવા માટે જર્મની અને ફ્રાન્સમાંથી 22 આર્કિટેક્ટોને બાલાવવામાં આવ્યા હતા.
નોશાક માઉન્ટેનઃ
નોશાક પર્વત અફઘાનિસ્તાનના બદખ્શાં પ્રાંતના વાખન કોરિડોરમાં આવેલું છે. આ અફઘાનિસ્તાનની સૌથી ઉંચો પર્વત છે. જેની ઉંચાઈ 24 હજાર ફીટ છે.
બ્લયુ મૉસ્કઃ અફઘાનિસ્તાનનું બ્લયું મૉસ્ક એટલે કે મસ્જિદ ન માત્ર એક ધાર્મિક સ્થળ છે, પણ આ જગ્યા ટૂરિસ્ટ વચ્ચે પણ ફેમસ છે. બ્લુય કલરની આ મસ્જિદ કાયમ સફેદ કબૂતરોથી ભરેલી હોય છે. આ મસ્જિદને હઝરત અલી મજાર પણ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હઝરત અલીના શરીરને આ જગ્યા પર દફન કરાવામાં આવી હતી.