અફઘાનિસ્તાન અને મ્યાનમારને સંયુક્ત રાષ્ટ્રએ આપ્યો મોટો ઝટકો
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચાના છેલ્લા દિવસે વક્તાઓની યાદીમાં અફઘાનિસ્તાન અને મ્યાનમારથી કોઈ વક્તાનું નામ સામેલ નથી.
ન્યૂયોર્કઃ બંદૂકના દમ પર અફઘાનિસ્તાનની સત્તા પર આવેલ તાલિબાન અને મ્યાનમારમાં તખ્તાપલટ કરનાર સૈન્ય સરકારના ઈરાદા પર સંયુક્ત રાષ્ટ્રએ પાણી ફેરવી દીધુ છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અફઘાનિસ્તાન અને મ્યાનમારને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં બોલવાની તક આપવામાં આવશે નહીં.
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76માં સત્રની ઉચ્ચ સ્તરીય ચર્ચાના છેલ્લા દિવસે વક્તાઓની યાદીમાં અફઘાનિસ્તાન અને મ્યાનમારથી કોઈ વક્તાનું નામ સામેલ નથી. શુક્રવારે મહાસચિવના પ્રવક્તા, સ્ટીફન દુઆરિકે કહ્યુ હતુ કે અત્યાર સુધી સોમવાર માટે યાદીમાં અંકિતમ અફઘાનિસ્તાનના પ્રતિનિધિ ગુલામ એમ. ઇસાકઝઈ છે.
આ પણ વાંચોઃ Quad પર ચીન કેમ થઈ રહ્યું છે ગુસ્સે? હવે કહ્યું- ઈન્ડો-પેસિફિકમાં કલહનું કારણ બનશે
મ્યાનમારમાં તખ્તાપલટ બાદ તેના સૈન્ય શાસકોએ કહ્યુ કે, સંયુક્ત રાષ્ટ્રમાં દેશના રાજદૂત ક્યાવ મો તુનને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે અને તે ઈચ્છે છે કે આંગ થુરિનતેનીજગ્યા લે. પાછલા સપ્તાહે તાલિબાને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એંતિનો ગુઆતરેસને પત્ર લખી પોતાના પ્રવક્તા સુહૈલ શાહીનને સંયુક્ત રાષ્ટ્રમાં પોતાના દૂત નિયુક્ત કરવા અને મહાસભાને સંબોધિત કરવાની તક આપવાની માંગ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube