કુંદુજ: અફઘાનિસ્તાન (Afghanistan) ના કુદુંજ પ્રાંત (Kunduz) માં શુક્રવારે મોટો બ્લાસ્ટ (Bomb Blast) થયો. આ બ્લાસ્ટમાં 100 લોકોના મોત થયા છે. જ્યારે ઘણા અન્ય લોકો ઘાયલ થયા છે. સ્થાનિક વહિવટીતંત્રના અનુસાર બ્લાસ્ટમાં શિયા મસ્જિદ (Shia Mosque) ની પાસે થયો છે. હાલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવી રહ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે પણ થયો હતો બ્લાસ્ટ
આ પહેલાં પણ 3 ઓક્ટોબરના રોજ, કાબુલમાં એક મસ્જિદની બહાર ઘાતક વિસ્ફોટ થયો હતો, જેમાં 5 સામાન્ય નાગરિકોના મોત થયા હતા. તાલિબાનના અધિકારીએ જણાવ્યું કે આ લોકો સંગઠનના પ્રવક્તા જબીહુલ્લા મુજાહિદની માતાના મોત બાદ શોક વ્યક્ત કરવા મસ્જિદમાં જમા થયા હતા. આમ તો આ હુમલાની જવાબદારી લીધી નથી, પરંતુ શંકા ઇસ્લામિક સ્ટેટ સમૂહ પર ગયો, જેણે ઓગસ્ટમાં કાબુલમાં તાલિબાનના કબજા બાદ તેના વિરૂદ્ધ હુમલા તેજ કરી દીધા છે. 

Afghanistan: કુંદુજ પ્રાંતમાં મોટો બ્લાસ્ટ, 12 લોકોના મોત, અનેક ઘાયલ


જોકે તાલિબાને તે બ્લાસ્ટના થોડા કલાકો બાદ પોતાના લોકોના મોતનો બદલો લેતાં અફઘાનિસ્તાનની રાજધાનીમાં ઇસ્લામિક સ્ટેટના અડ્ડાઓ પર હુમલો કરી દીધો, અને ઘણા આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા. મુજાહિદ્દીને સોમવારે એક નિવેદનમા6 કહ્યું કે બળોને કાબુલના ઉત્તરમાં ખૈર ખાનામાં ઇસ્લામિક સ્ટેટના એક કેંદ્ર પર હુમલો કર્યો. જોકે તેણે એ જણાવ્યું નથી કે કેટલા IS આતંકવાદી ઠાર માર્યા. અને શું કોઇ તાલિબાની છોકરો પણ આ દરમિયાન ઘાયલ થયો છે. 


કબજા બાદ સૌથી ખતરનાક વિસ્ફોટ
જાણકારો અનુસાર, અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ રવિવારે વિસ્ફોટ હુમલો ખતરનાક હતો. આ પહેલાં 26 ઓગસ્ટના રોજ ભયાનક હુમલાની જવાબદારી ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ (Islamic State Group) એ લીધી હતી. જેમાં કાબુલ એરપોર્ટ (Kabul Airport) ની બહાર 169 થી વધુ અફઘાન લોકો અને 13 અમેરિકન સૈનિકો મોતને ભેટ્યા હતા. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube