કાબુલ: જે શિયાળામાં લોકો બહાર નિકળવા માટે તૈયાર નથી, એવી હાડ થિજવતી ઠંડીમાં જોઇ કોઇ બધા કપડાં પહેરીને કસરત (Exercise) કરે તો તમે પણ તે વ્યક્તિની હિંમતને દાદ આપશો. ક્સરતનો આવો જ જુસ્સો છે અફઘાનિસ્તાન (Afghanistan)ના હલ્ક રાકિબ ફારૂકી (Raqib Farooqi) ને. કડકડતી ઠંડીમાં બરફ તોડતાં, કસરત કરતાં તે એવા સ્ટંટ કરે છે જાણે કોઇ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હોય.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ થયા એક્સરસાઇઝના ફોટા
ગોર પ્રાંતના રહેવાસી ફારૂકીની કસરતના ફોટા જોરદાર વાયરલ થઇ રહ્યા છે. લોકો ના ફક્ત તેમના લોખંડી શરીર પરંતુ તેમની ઇચ્છાશક્તિની પણ દાદ આપી રહ્યા છે. આ ફોટામાં 23 વર્ષના ફારૂકીની ચારેય તરફ બરફ અને બર્ફીલા પાણીવાળી નદીમાં હાડકંપી જાય એવી ઠંડી હવાઓમાં વેટ લિફ્ટિંગ કરતાં જોવા મળી રહ્યા છે. આવા સખત માહોલમાં કસરત કરવાના કારણે જ બોડી બિલ્ડર ફારૂકી ઇન્ટરનેટ પર ખૂબ લોકપ્રિય છે. 


દેશ માટે મેડલ જીતવાની ઇચ્છા
આ અફઘાનિસ્તાની હલ્કની ઇચ્છા છે કે તે આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશ માટે મેડલ જીતે. તેના માટે તે વર્ષોથી ટ્રેનિંગ લઇ રહ્યા છે. બોડીબિલ્ડીંગ ઉપરાંત તે વેટલિફ્ટિંગ, પાવરલિફ્ટિંગ પણ કરે છે. તે કહે છે કે તેમને આવી કઠિન અને ખતરનાક એક્સરસાઇઝ કરવી ગમે છે. 


તેમનું માનવું છે કે રમતો દ્રારા શાંતિ, એકતા ને સદભાવનાનો સંદેશો લોકોમાં જાય છે. એટલા માટે તે આખા દેશમાં રમતો સાથે જોડાવવાની અપીલ કરે છે. ફારૂકીને આશા છે કે તેમના દેશમાં પણ જલદી શાંતિ આવશે. આમ થતાં તેમના જેવા એથલીટ પોતાના અનુભવને વધારી શકશે અને રમત દ્વારા દુનિયામાં અફઘાનિસ્તાનનું માન વધશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube