અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર તાલિબાનનો કબજો, કાબુલની નજીક પહોંચ્યા
તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીક પહોંચી ગયું છે. તેણે ઉત્તરી ફરયાબ પ્રાંતની રાજધાની મૈમાના પર પણ કબજો કરી લીધો છે. પ્રાંતના એક સાંસદ ફૌઝિયા રઉફીએ આ જાણકારી આપી છે.
કાબુલઃ અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેર મઝાર-એ-શરીફ પર શનિવારે ચારે તરફથી હુમલો કર્યા બાદ તાલિબાનનો કબજો થઈ ગયો છે. એક સાંસદે આ જાણકારી આપી છે. બલ્ખના સાંસદ અબાસ ઇબ્રાહિમજાયોએ કહ્યુ કે પ્રાંતની રાષ્ટ્રીય સેનાના કોરે પહેલા આત્મસમર્પણ કર્યુ. ત્યારબાદ સરકાર સમર્થક મિલિશિયા અને અન્ય દળોએ મનોબળ ગુમાવી દીધુ અને હાર માની લીધી. સાંસદ અનુસાર ગવર્નર કાર્યાલય સહિત બધા પ્રાંતીય પ્રતિષ્ઠાન તાલિબાનના કબજામાં જતા રહ્યા છે.
વિરોધ બાદ કરી દીધુ આત્મસમર્પણ
તો તાલિબાન અફઘાનિસ્તાનની રાજધાની કાબુલની નજીક પહોંચી ગયું છે. તેણે ઉત્તરી ફરયાબ પ્રાંતની રાજધાની મૈમાના પર પણ કબજો કરી લીધો છે. પ્રાંતના એક સાંસદ ફૌઝિયા રઉફીએ આ જાણકારી આપી છે. મૈમાનામાં તાલિબાને એક મહિનાથે ધામો નાખ્યો હતો અને તાલિબાન લડાકા થોડા દિવસ પહેલા શહેરમાં ઘુસી ગયા હતા. તેણે કહ્યું કે સુરક્ષા દળોએ વિરોધ કર્યો પરંતુ આખરે શનિવારે આત્મસમર્પણ કરી દીધુ. તાલિબાને બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ પર પણ કબજો કરી લીધો છે. પ્રાંતીય સાંસદે આ માહિતી આપી હતી. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાની સંપૂર્ણ વાપસીમાં ત્રણ સપ્તાહથી પણ ઓછો સમય બચ્યો છે અને તેવામાં તાલિબાને ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ અફઘાનિસ્તાનમાં મોટાભાગ પર કબજો કરી લીધો છે. તેના કારણે આશંકા વધી ગઈ છે કે તાલિબાન ફરીથી અફઘાનિસ્તાન પર કબજો કરી શકે છે કે દેશમાં ગૃહ યુદ્ધની સ્થિતિ પેદા થઈ શકે છે.
આ પણ વાંચોઃ હૈતીના દરિયાકાંઠે 7.2 ની તીવ્રતાનો ભૂકંપ, ભારે વિનાશની આશંકા
સતત મેળવી રહ્યું છે સત્તા
આ પહેલા લોગારથી સાંસદ હોમા અહમદીએ શનિવારે જણાવ્યુ કે, તાલિબાને સંપૂર્ણ લોબાર પર કહજો કરી લીધો છે અને પ્રાંતીય અધિકારીઓને કસ્ટડીમાં લઈ લીધા છે. તેમણે જણાવ્યું કે તાલિબાન કાબુલના દક્ષિણમાં માત્ર 11 કિલોમીટર દૂર ચાર અસયાબ જિલ્લા સુધી પહોંચી ગયા છે. આતંકવાદીઓએ પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલા પક્તિયાની રાજધાની પર પણ કબજો કરી લીધો છે. આ જાણકારી પ્રાંતથી સાંસદ ખાલિદ અસદે આપી છે. તેમણે કહ્યું કે, ગવર્નર તથા અન્ય અધિકારીઓએ આત્મસમર્પણ કરી લીધુ છે અને તે કાબુલ જઈ રહ્યા છે. પાડોશી પક્તિકા પ્રાંતના એક સાંસદ સૈયદ હુસૈન ગરદેજીએ કહ્યુ કે, તાલિબાને સ્થાનીક રાજધાની ગરદેજના મોટાભાગ પર કબજો કરી લીધો છે પરંતુ સરકારી દળો સાથે લડાઈ ચાલી રહી છે. તાલિબાને કહ્યુ કે તેનો શહેર પર કબજો થઈ ગયો છે.
રાષ્ટ્રપતિએ કહ્યુ- બેકાર નહીં જાય સિદ્ધિઓ
આ વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યુ કે, આ 20 વર્ષની સિદ્ધિઓ બેકાર જશે નહીં. તેમણે કહ્યું કે, તાલિબાન હુમલાની વચ્ચે વિચાર-વિમર્શ જારી છે. તેમણે શનિવારે ટેલીવિઝનના માધ્યમથી રાષ્ટ્રને સંબોધિત કર્યો. હાલના દિવસોમાં તાલિબાન દ્વારા મુખ્ય ક્ષેત્રો પર કબજો જમાવ્યા બાદ આ તેમનું પ્રથમ જાહેર ભાષણ હતું. અમેરિકાએ આ સપ્તાહે કતરમાં સરકાર અને તાલિબાન વચ્ચે શાંતિ વાર્તા જારી રાખી છે અને આંતરરાષ્ટ્રીય સમુદાયે ચેતવણી આપી છે કે બળપૂર્વક સ્થાપિત તાલિબાન સરકારનો સ્વીકાર કરવામાં આવશે નહીં. ગનિએ કહ્યુ કે, અમે સરકારના અનુભવી નેતાઓ, સમુદાયના વિભિન્ન સ્તરના પ્રતિનિધિઓ અને અમારા આંતરરાષ્ટ્રીય સહયોગીઓ સાથે ચર્ચા-વિચારણા શરૂ કરી દીધી છે. તેમણે વિસ્તારથી જાણકારી ન આપી પરંતુ કહ્યું કે, જલદી તેમને તેના પરિણામ વિશે જણાવવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube