કાબુલઃ અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એકવાર ફરી મોટો ધમાકો થયો છે. તાલિબાનના પ્રવક્તાએ કહ્યુ કે, કાબુલમાં એક મસ્જિદના ગેટ પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યા, જેમાં 5 લોકોના મોત થયા છે. તો અનેક લોકો ઈજાગ્રસ્ત થવાના સમાચાર છે. અહીં તાલિબાની પ્રવક્તાના માતાની શોકસભા ચાલી રહી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મોટી સંખ્યામાં લોકો હતા હાજર
અહીં તાલિબાની પ્રવક્તા ઝબીહુલ્લા મુઝાહિદના માતાની શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં તાલિબાની સભ્યો હાજર હતા. સામાન્ય લોકોની પણ મોટી ભીડ હતી. ત્યારે દરવાજા પાસે ધમાકો થયો અને લોકોના મોત થયા છે. મૃતકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. તેની પુષ્ટિ પણ થઈ નથી કે મૃત્યુ પામનારમાં કેટલા સભ્ય તાલિબાનના હતા. 


તાલિબાનના પ્રવક્તા ઝબીહુલ્લા મુઝાહિદે જણાવ્યુ કે ઈદગાર મસ્જિદને નિશાન બનાવી હુમલો કરવામાં આવ્યો, જ્યાં તાલિબાનનો એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો. અત્યાર સુધી કોઈ સંગઠને હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ ઓગસ્ટના મધ્યમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ ઇસ્લામિક સ્ટેટે અહીં હુમલા વધારી દીધા છે. 


બંને કટ્ટર ઇસ્લામિક સંગઠનો વચ્ચે દુશ્મની વધી ગઈ છે. અમેરિકી સૈનિકોની વાપસી પહેલા કાબુલ એરપોર્ટ પર ઇસ્લામિક સ્ટેટે આત્મઘાતી હુમલા કર્યા હતા, જેમાં અમેરિકી સૈનિકો સહિત 150થી વધુ લોકોના મોત થયા હતા. અફઘાનિસ્તાનના નાંગહાર પ્રાંતમાં આઈએસઆઈએસની સારી પકડ છે. 


આ પણ વાંચોઃ કોરોનાએ મહાશક્તિને મોટો ઝટકો આપ્યો, અમેરિકામાં કોરોનાથી 7 લાખથી વધુ લોકોના મૃત્યુ


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube