નવી દિલ્હી: અફઘાનિસ્તાન સંકટ પર અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે અમેરિકાને સંબોધિત કર્યું. તાલિબાનના કબ્જા અને અફઘાનિસ્તાનની બગડેલી પરિસ્થિતિને લઈને બાઈડેને અશરફ ગની પર દોષનો ટોપલો ઢોળ્યો. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનને કપરા હાલાતમાં છોડીને ગની ભાગી ગયા. તેમને સવાલ પૂછવા જોઈએ. તેઓ લડ્યા વગર જ અફઘાનિસ્તાન છોડીને કેમ ભાગી ગયા?


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાનિસ્તાનના હાલાત ગંભીર
રાષ્ટ્રપતિ જો બાઈડેને પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં હાલાત અચાનક બદલાયા અને ત્યાં સ્થિતિ ગંભીર છે. તેમણે અમેરિકાની સેનાને પાછી બોલાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો. તેમણે કહ્યું કે અમારી સેના સતત લડવાનું જોખમ લઈ શકે નહીં. તેમણે કહ્યું કે હું આ વાતને લઈને પહેલેથી સ્પષ્ટ રહ્યો છું કે અમારી વિદેશ નીતિ માનવાધિકારો પર કેન્દ્રીત રહી છે. 


સેના સતત જોખમ ઉઠાવી શકે નહીં
તેમણે કહ્યું કે હું અમેરિકાનો રાષ્ટ્રપતિ છું અને તમને ભ્રમિત કરીશ નહીં. મારા પછીના કોઈ પણ રાષ્ટ્રપતિ અમેરિકી સેનાની અફઘાનિસ્તાનમાં તૈનાતી ચાલુ રાખી શકે નહીં. અમેરિકી સૈનિકોના પરિવારોએ અનેક પોતાના લોકોને અફઘાનિસ્તાનમાં ગુમાવ્યા છે. આપણે આપણી સેનાને સતત જોખમ ઉઠાવવા માટે મોકલી શકીએ નહીં. તેમણે કહ્યું કે લોકો કહે છે કે અમે અફઘાનિસ્તાનને અધવચ્ચે છોડી દીધુ પરંતુ હું જાણું છું કે મેં હંમેશા યોગ્ય નિર્ણય લેવાની કોશિશ કરી છે. 


Afghanistan: અફઘાનિસ્તાનની આ સ્થિતિ વચ્ચે Saigon ચર્ચામાં, જાણો અમેરિકાની હારની આ કહાની


અફઘાનિસ્તાનના નેતાઓ પર આરોપ નાખ્યા
રાષ્ટ્રપતિ બાઈડેને અફઘાનિસ્તાનના નેતાઓને આડે હાથ લીધા. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનના નેતાઓ ત્યાંના લોકોના હિત માટે એકજૂથ થવામાં નિષ્ફળ રહ્યા. તેઓ પોતાના દેશના ભવિષ્ય માટે સમાધાન કરી શક્યા નહીં. તેમણે કહ્યું કે અમેરિકી સેના જો અફઘાનિસ્તાનથી ન હટત તો તેઓ આમ ક્યારેય ન કરત. તેમણે કહ્યું કે અમારા હરિફ ચીન અને રશિયા ઈચ્છતા હતા કે અમેરિકા અફઘાનિસ્તાનમાં પોતાના કરોડો ડોલર  બરબાદ કરે. 


હાલાત પર નિગરાણી
તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનનો વિવાદ અમેરિકાના હિત સાથે જોડાયેલો નથી. દુનિયામાં અનેક એવા મુદ્દા છે જેને નજરઅંદાજ  કરી શકાય નહીં. જેને લઈને અમારી મહત્વની દિલચસ્પી છે. તેમણે કહ્યું કે હું અને મારી નેશનલ સિક્યુરિટી ટીમ અફઘાનિસ્તાનના હાલાત પર નજીકથી નજર રાખી રહ્યા છીએ. અમે જેમ બને તેમ જલદી ત્યાંથી લોકોને બહાર કાઢીશું. 


મુઠ્ઠીભર તાલિબાનીઓ સામે કેવી રીતે હારી ગયું અફઘાનિસ્તાન, અમેરિકાના 'દગા' સહિત આ છે કારણો!


ટ્રમ્પ પર કર્યો કટાક્ષ
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે એક મેની ડેડલાઈનને લઈને અમારા કરાર બાદ પણ અફઘાનિસ્તાનથી અમેરિકી સેનાને પાછી બોલાવવા માટે કોઈ પણ સારો સમય નહતો. હાલાત જે પણ બન્યા છે તે અચાનક બન્યા છે. અફઘાનિસ્તાનની સેનાએ ઘૂંટણિયા ટેકી દીધા, અફઘાન નેતાઓ દેશ છોડીને ભાગી ગયા. અમે અફઘાનિસ્તાનમાં સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે ગયા હતા. અમે અલ કાયદાનો સફાયો કર્યો. અમારું મિશન 'રાષ્ટ્ર નિર્માણ'નું ન હતું. ટ્રમ્પના શાસનમાં 15 હજાર સૈનિકો અફઘાનિસ્તાનમાં હતા અને અમારા સમયે 2000 સૈનિકો અફઘાનિસ્તાનમાં છે. 


બાઈડેને તાલિબાનને ચેતવ્યું
રાષ્ટ્રપતિ બાઈડેને અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોની વાપસી માટે ચાલી રહેલા ઓપરેશન વચ્ચે તાલિબાનને ચેતવ્યું અને કહ્યું કે જો અમેરિકી સૈનિકોને નુકસાન પહોંચ્યું  તો તાલિબાને તેની  ભારે કિંમત ચૂકવવી પડશે. તેમણે કહ્યું કે અમે અમેરિકી સૈનિકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢવા માટે ઓપરેશન ચલાવી રહ્યા છીએ. અમે તાલિબાનને સ્પષ્ટ કરી દીધુ છે, જો તેઓ અમારા કર્મીઓ પર હુમલો કરે કે અમારા ઓપરેશનમાં વિધ્ન નાખશે તો અમેરિકાની ઉપસ્થિતિ તેજ થશે અને તાલિબાનને ભારે કિંમત ચૂકવવી પડશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube