કાબુલઃ અફઘાનિસ્તાનની દિનપ્રતિદિન કથળતી આર્થિક સ્થિતિને કારણે અહીંના સામાન્ય લોકોનું જીવન ત્રાસદાયક બની રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીંના લોકો બે સમયની રોટલી માટે પોતાની કિડની વેચી રહ્યા છે. હેરાતના પશ્ચિમ વિસ્તારમાં લોકોની ગરીબી અને ભૂખમરાની સ્થિતિ એવી છે કે અહીંના ઘણા પરિવારો ભૂખનો અંત લાવવા માટે તેમની કિડની વેચવા મજબૂર છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં જે લોકો કિડની વેચી રહ્યા છે તેમાં મહિલાઓ અને બાળકો પણ સામેલ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અફઘાન કાયદા અનુસાર, અહીં શરીરના અંગોનો વેપાર કરવો ગેરકાયદેસર છે. પરંતુ આ પરિવારોનું કહેવું છે કે તેમની પાસે જીવવાનો બીજો કોઈ રસ્તો નથી. અહીં તાલિબાન તરફથી કહેવામાં આવ્યું છે કે તેઓ દેશની અર્થવ્યવસ્થાને સુધારવાના રસ્તાઓ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.


જણાવી દઈએ કે ગરીબીના કારણે કિડની વેચવાના સમાચાર પણ ગયા વર્ષે સામે આવ્યા હતા અને મીડિયામાં તેની ખૂબ ચર્ચા પણ થઈ હતી. પરંતુ હવે અફઘાનિસ્તાનમાં વિનાશક માનવીય સંકટની સ્થિતિ સર્જાઈ છે. વિશ્વના ઘણા નેતાઓ આ ચેતવણીને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છે.


આ પણ વાંચોઃ ચામાચિડિયાઓમાંથી મળેલા કોરોનાના નવા વેરિએન્ટે ચિંતા વધારી, જાણો WHO એ શું કહ્યું?


આર્થિક નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાનિસ્તાન પરનો પ્રતિબંધ હટાવ્યા બાદ અને વિશ્વ બેંકે દેશની કરોડોની સંપત્તિ બહાર પાડ્યા બાદ અહીંના લોકોની સ્થિતિમાં ઘણો સુધારો થઈ શકે છે. અર્થશાસ્ત્રી અબ્દુલ નાસિરે કહ્યું કે અહીં સામાનની કિંમતો ખૂબ જ ઝડપથી વધી છે, જેના કારણે સમાજનો એક મહત્વપૂર્ણ ભાગ પીડાઈ રહ્યો છે.


અફઘાનિસ્તાનમાં રાજકીય સ્થિતિ બદલાયા બાદ વિશ્વ બેન્ક, આઈએમએફ અને યૂએસ ફેડરલ રિઝર્વે અફઘાનિસ્તાનને મળનાર ઇન્ટરનેશનલ ફંડમાં ઘટાડો કરી દીધો છે.  'Tolo News' પ્રમઆમે અહીં બેરોજગારી, ગરીબી અને ભૂખમરો હવે ખતરનાક સ્થિતિ પર પહોંચી ગયો છે. 


23 મિલિયન લોકો ભૂખમરામાં- રિપોર્ટ
આ પહેલાં ગુરૂવારે The Norwegian Refugee Council (NRC) એ પોતાના એક રિપોર્ટમાં કહ્યું હતું કે આ દેશમાં 23 મિલિયન લોકો ભૂખમરાનો સામનો કરી રહ્યાં છે. એનઆરસીએ કહ્યું હતું કે આર્થિક અવરોધોને દૂર કરવાની અને અર્થવ્યવસ્થામાં નાણાંનું પરિભ્રમણ વધારવાની તાતી જરૂર છે. 'Tolo News' એ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે એનઆરસીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે આર્થિક પ્રતિબંધોને લાગણે સહયોગી એજન્સી અફઘાનિસ્તાનમાં ફંડ પહોંચાડી શકતી નથી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube