દુબઈઃ અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ અશરફ ગનીનું ફેસબુક પેજ હેક થઈ ગયું છે. ખુદ અશરફ ગનીએ ટ્વીટ કરી ફેસબુક પેજ હેક થવાની માહિતી આપી છે. તેમણે કહ્યું કે હેક થયા બાદ ફેસબુક પર લખેલી દરેક પોસ્ટને તે નકારે છે. તો હેકરોએ પોસ્ટ લખીને કહ્યું કે, દુનિયાભરના દેશો અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અશરફ ગનીએ ટ્વીટ કરીને કહ્યુ કે, મારા સત્તાવાર ફેસબુક પેજને કાલથી હેક કરી લેવામાં આવ્યું છે. જ્યાં સુધી તે પેજ બીજીવાર મારા નિયંત્રણમાં ન આવે, તેના પર લખેલી કોઈ પોસ્ટ કાયદેસર નથી. અજાણ્યા હેકરોએ અશરફ ગનીના ફેસબુક પ્રોફાઇલ પેજથી પોસ્ટ લખીને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે માંગ કરી છે કે તે તાલિબાન સરકારને માન્યતા આપે. અશરફ ગની તાલિબાનના કબજા બાદ કાબુલ છોડી ફરાર થઈ ગયા હતા. 


આ પણ વાંચોઃ હવે અફઘાનિસ્તાનમાં પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખ પત્ર બદલશે તાલિબાન  


સરકારી ખજાનામાંથી 12 અબજ રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ
અશરફ ગની પર અફઘાનિસ્તાનના સરકારી ખજાનામાંથી 12 અબજ રૂપિયા લઈને ફરાર થવાનો આરોપ લાગ્યો હતો. ત્યારબાદ અશરફ ગનીએ આ આરોપો પર સ્પષ્ટતા કરી અને કહ્યુ હતુ કે કાબુલને તાલિબાને ગેરી લીધુ હતું અને તે લોહીયાળ સંઘર્ષ રોકવા માટે દેશ છોડીને ભાગ્યા હતા. અશરફ ગનીએ કહ્યુ હતુ કે તેમણે કાબુલ એટલું જલદી છોડવુ પડ્યુ કે તે પોતાના સેન્ડલ ઉતારીને શૂઝ પણ પહેરી શક્યા નહીં. 


અશરફ ગનીએ કહ્યુ- હું માત્ર એક વેસ્ટકોટ અને કેટલાક કપડા લઈને ગયો. મારા પર પૈસા લઈને ભાગવાના જૂઠ્ઠા આરોપ લગાવવામાં આવી રહ્યાં છે. આ આરોપ પાયાવિહોણા છે. તમે કસ્ટમ વિભાગના અધિકારીઓને પૂછી શકો છો. તે આધારહીન છે. તેમણે કહ્યુ- હું મારા સેન્ડલ ઉતારી શૂઝ પણ પહેરી શક્યો નહીં. યૂએઈમાં રહેતા ગનીએ કહ્યુ- જો હું ત્યાં રહ્યો હોત તો કાબુલ લોહીયાળ જંગનું સાક્ષી બનવું પડત. મેં સરકારી અધિકારીઓની સલાહ પર અફઘાનિસ્તાન છોડ્યુ છે. કાબુલને સત્તાના સંઘર્ષમાં વધુ એક સમય કે સીરિયામાં ન બદલવું જોઈએ, આ કારણે હું દેશ છોડવા માટે મજબૂર થયો છું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube