AFGHANISTAN: અફઘાનિસ્તાનમાં કવરેજ દરમિયાન ભારતીય પત્રકાર Danish Siddiqui ની હત્યા
અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકીની હત્યા કરી દેવાઈ છે. તેઓ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. કહેવાય છે કે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા દાનિશ સિદ્દીકીની હત્યા અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં કરવામાં આવી. અહીં તેઓ કવરેજ માટે ગયા હતા.
કંધાર: અફઘાનિસ્તાનમાં ભારતીય પત્રકાર દાનિશ સિદ્દીકી (Danish Siddiqui) ની હત્યા કરી દેવાઈ છે. તેઓ ન્યૂઝ એજન્સી રોયટર્સ માટે કામ કરતા હતા. કહેવાય છે કે પુલિત્ઝર પુરસ્કાર વિજેતા દાનિશ સિદ્દીકીની હત્યા અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક જિલ્લામાં કરવામાં આવી. અહીં તેઓ કવરેજ માટે ગયા હતા.
દાનિશ સિદ્દીકીની ગણતરી દુનિયાના સારા ફોટો જર્નાલિસ્ટમાં થતી હતી. તેઓ હાલના સમયમાં આંતરરાષ્ટ્રીય એજન્સી Reuters સાથે કાર્યરત હતા અને અફઘાનિસ્તાનમાં ચાલી રહેલી હિંસાના કવરેજ માટે ગયા હતા.
દાનિશ સિદ્દીકીએ હાલમાં જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર અફઘાનિસ્તાન કવરેજ સંબંધિત તસવીરો અને વીડિયો શેર કર્યા હતા. આ દરમિયાન દાનિશ સિદ્દીકીના કાફલા પર અનેકવાર હુમલા પણ થયા જેનો વીડિયો તેમણે શેર કર્યો હતો.
Mehul Choksi એ ભારતીય એજન્સીઓ પર લગાવ્યા આરોપ, કહ્યું-ભારત પાછા ફરવાનું વિચારું છું
કોરોનાકાળમાં શાનદાર કવરેજ કર્યું હતું, પુલિત્ઝર પુરસ્કાર વિજેતા
વર્ષ 2018માં દાનિશ સિદ્દીકીને પુલિત્ઝર એવોર્ડ મંળ્યો હતો. આ એવોર્ડ તેમને રોહિંગ્યા મામલે કવરેજ માટે મળ્યો હતો. દાનિશ સિદ્દીકીએ પોતાની કરિયર એક ટીવી જર્નાલિસ્ટ તરીકે શરૂ કરી હતી. ત્યારબાદ ફોટો જર્નાલિસ્ટ બની ગયા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube