કાબુલ : ગૃહયુદ્ધની આગમાં ભડકે બળી રહેલ અફગાનિસ્તાનના કંધારમાં મોટો આતંકવાદી હૂમલો થયો છે. ગુરૂવારે કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ગવર્નરના સુરક્ષા ગાર્ડોએ જ તેની હત્યા કરી છે. ત્યાના સાંસદો ખાલિદ પશ્તૂને તેની માહિતી આપી. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગાર્ડોએ આ હૂમલામાં એક અમેરિક સુરક્ષા કર્મચારી અને એક નાગરિક પણ ઘાયલ થયો છે. અફઘાનિસ્તાન સમાચાર ચેનલ તોલો ન્યૂઝનાં અનુસાર ગવર્નરના આવાસ પર બેઠક બાદ તમામ લોકો જઇ રહ્યા હતા, ત્યારે એક ગાર્ડે ગોળીબાર ચાલુ કરી દીધો હતો. ત્યાર બાદ અન્ય ગાર્ડ પણ તેમાં જોડાઇ ગયા અને તેમને ગોળીબાર ચાલુ કરી દીધો હતો. 


 



બીજી તરફ અફઘાનિસ્તાના રાષ્ટ્રપતિ કાર્યાલયનાં ટ્વીટર હેન્ડલ માટે કરાયેલા ટ્વીટમાં કહેવામાં આવ્યું કે, કંધાર ઘટના મુદ્દે રાષ્ટ્રપતિ અશરફ ગની રાષ્ટ્રને સંબોધિત કરશે. અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગનીએ પણ આ ટ્વીટને રિટ્વીટ કર્યું હતું.

બીજી તરફ ભારતે અફઘાનિસ્તાનનાં કંધારના ગવર્નર, પોલીસ ચીફ અને ઇન્ટેલિજન્સ ચીફની હત્યાની નિંદા કરી છે. વડાપ્રધાન મોદીએ કંધાર હૂમલા અંગે દુખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, કંધારમા આતંકવાદી હૂમલાથી તેઓ ખુબ જ દુખી અને પરેશાન છું. ભારત આ મોટા હૂમલાની આકરી નિંદા કરે છે અને તેમાં જીવ ગુમાવનારા કંધારના સીનિયર લીડરશિપ અને અફઘાન ભાઇઓઅંગે શોક વ્યક્ત કર્યો છે. 
[[{"fid":"186697","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"હૂમલામાં મૃત્યુ પામેલા કંધારના પોલીસ ચીફ અબ્દુલ રાજિક","field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"હૂમલામાં મૃત્યુ પામેલા કંધારના પોલીસ ચીફ અબ્દુલ રાજિક","field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"alt":"હૂમલામાં મૃત્યુ પામેલા કંધારના પોલીસ ચીફ અબ્દુલ રાજિક","class":"media-element file-default","data-delta":"1"}}]]
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આતંકવાદની વિરુદ્ધ લડાઇમાં અમે અફઘાનિસ્તાનના બહાદુર લોકોની સાથે મજબુતીથી ઉભા છે. તોલો ન્યુઝનાં અનુસાર હાઇપ્રોફાઇલ અધિકારી એક મીટિંગ બાદ હેલીપેડ તરફ જઇ રહ્યા હતા. આ દરમિયાન તેના પર ગોળીઓ વરસાવાઇ હતી. આ બેઠક ગવર્નર ઓફીસમાં થઇ રહી હતી. 

આ બેઠકમાં પોલીસ ચીફ જનરલ અબ્દુલ રાજીક, જનરલ ઓસિટન સ્કોટ મિલર, રેજ્યોલૂટ સપોર્ટ કમાન્ડર સહિત અનેક અધિકારીઓ હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, રાજિક તાલિબાનની વિરુદ્ધ દેશવ્યાપી અભિયાન ચલાવવાનાં સમર્થક હતા. તેઓ તાલિબાનને બીજા દેશોની કઠપુતળી કહેતા હતા. 



રેજોલ્યુટ સપોર્ટે કહ્યું કે, જનરલ ઓસિટન સ્કોટ મિલર સુરક્ષીત છે. મળતી માહિતી અનુસાર આ ગોળીબારમાં બે અમેરિકી ઘાયલ થયા છે, જેમાં એક સૈન્ય અધિકારી છે અને એક સામાન્ય નાગરિક છે. 
અગાઉ ઓગષ્ટ મહિનામાં અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આતંકવાદીઓએ રોકેટ દ્વારા હૂમલો કર્યો હતો. આ હૂમલો તેવા સમયે થયો હતો, જ્યારે અફઘાનિસ્તાનનાં રાષ્ટ્રપતિ અશરફ ગની ઇદ પર સંદેશો આપી રહ્યા હતા. જો કે રોકેટ હૂમલાનો અવાજ સાંભળીને પણ પ્રગતિ નહી અટકાવી શકે.