Taliban ને મોટો ઝટકો: Panjshir કબજે કરવા 3000 તાલિબાનીઓ મોકલ્યા, પણ દાવ ઉલ્ટો પડી ગયો, મોટું નુકસાન થયું
અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ જંગ હજુ ખતમ થઈ નથી. પંજશીરના ફાઈટર્સ તાલિબાનને આકરી ટક્કર આપી રહ્યા છે. અફઘાન સેનાએ ભલે અનેક વિસ્તારોમાં લડ્યા વગર જ શરણાગતિ સ્વીકારી લીધી પરંતુ પંજશીર પર કબજો કરવો તાલિબાન માટે સૌથી મોટો પડકાર છે.
કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન વિરુદ્ધ જંગ હજુ ખતમ થઈ નથી. પંજશીરના ફાઈટર્સ તાલિબાનને આકરી ટક્કર આપી રહ્યા છે. અફઘાન સેનાએ ભલે અનેક વિસ્તારોમાં લડ્યા વગર જ શરણાગતિ સ્વીકારી લીધી પરંતુ પંજશીર પર કબજો કરવો તાલિબાન માટે સૌથી મોટો પડકાર છે. આ બધા વચ્ચે પંજશીરના યોદ્ધાઓએ 300 તાલિબાનીઓને મારી નાખ્યાનો મોટો દાવો કર્યો છે. તેમનું કહેવું છે કે ઘાત લગાવીને કરાયેલા આ હુમલામાં ઓછામાં ઓછા 300 તાલિબાની આતંકીઓ માર્યા ગયા છે.
પંજશીરમાં તાલિબાનને ખુબ નુકસાન
અફઘાનિસ્તાના પંજશીરમાં તાલિબાન વિરુદ્ધ બની રહેલી મોરચાબંધીને કચડવા માટે તાલિબાને લગભગ 3000 જેટલા તાલિબાનીઓને મોકલ્યા છે. પંજશીર તરફ જતી અંદરાબ વેલીમાં તાલિબાનીઓ અને રેઝિસ્ટન્સ ફોર્સ વચ્ચે ભીષણ ફાયરિંગ થયું. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ઘર્ષણમાં તાલિબાનને ખુબ નુકસાન પહોંચ્યું છે. અહેમદ મસૂદની કમાનવાળી રેઝિસ્ટન્સ ફોર્સ તાલિબાનનો આકરો મુકાબલો કરી રહી છે. રિપોર્ટસ મુજબ અનેક તાલિબાની કેદ પણ પૂરાયા છે.
Supply Route પર થયો બ્લોક
મળતી માહિતી મુજબ તાલિબાને કારી ફસીહુદ દીન હાફિઝુલ્લાના નેતૃત્વમાં પંજશીર પર હુમલો કરવા માટે સેંકડો આતંકીઓ મોકલ્યા હતા. બગલાન પ્રાંતની અંદરાબ ઘાટીમાં ઘાત લગાવીને બેઠેલા પંજશીરના વિદ્રોહીઓએ તેમના પર હુમલો કર્યો. આ હુમલામાં 300 જેટલા તાલિબાનીઓ માર્યા ગયા હોવાનો દાવો થયો છે. જેના કારણે તાલિબાનનો સપ્લાય રૂટ પણ બ્લોક થઈ ગયો છે.
Amrullah Saleh એ કરી ટ્વીટ
આ બાજુ અફઘાનિસ્તાનના ઉપરાષ્ટ્રપતિ અમરુલ્લાહ સાલેહએ પણ આ હુમલા સંબંધે એક ટ્વીટ કરી છે. તેમણે જો કે પોતાની જાતને અફઘાનિસ્તાનના કાર્યવાહક રાષ્ટ્રપતિ જાહેર કરી છે.. તેમણે ટ્વીટમાં લખ્યું કે 'અંદરાબ ઘાટીના એમ્બુશ ઝોનમાં ફસાયા અને મોટી મુશ્કેલીમાંથી એક પીસમાં બહાર બહાર નીકળ્યાના એક દિવસ બાદ તાલિબાને પંજશીરના એન્ટ્રન્સ પર ફોર્સ લગાવી દીધી છે. જો કે આ બધા વચ્ચે સલાંગ હાઈવેને વિદ્રોહી તાકાતોએ બંધ કરી દીધો છે. આ એ રસ્તા છે જેનાથી તેમણે બચવું જોઈએ. પાછા મળીએ.'
Panjshir માં તાલિબાનને ખુલ્લો પડકાર, અહમદ મસૂદે કહ્યું- મરી જઇશું પણ સરેન્ડર નહી કરીએ
Afghanistan: પંજશીરથી મળશે તાલિબાનને જવાબ? આ રીતે બની રહી છે રણનીતિ
પંજશીરમાં 9000ની સેના તૈયાર!
એન્ટી તાલિબાન ફોર્સના પ્રવસ્તા અલી મૈસમ નાઝરીએ જણાવ્યું કે રાજધાની કાબુલ પર તાલિબાનના કબજા બાદ હજારોની સંખ્યામાં લોકો પંજશીર આવ્યા છે. પંજશીરમાં અહેમદ મસૂદે લગભગ 9000 વિદ્રોહી સૈનિકોને ભેગા કર્યા છે. ન્યૂઝ એજન્સી એએફપીએ જણાવ્યું કે આ વિસ્તારમાં ડઝનો રંગરૂટ ટ્રેનિંગ એક્સસાઈઝ અને ફિટનેસ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા છે. આ ફાઈટર્સ પાસે હમ્વી જેવી ગાડીઓ પણ છે.
Afghanistan: કાબુલ એરપોર્ટના અત્યંત હ્રદયસ્પર્શી Photos, જોઈને દુનિયા ચોધાર આંસુએ રડી પડી
તાલિબાન વિદ્રોહીઓ બોલ્યા-અમે લડવા માટે તૈયાર
વિદ્રોહી દળોના પ્રવક્તાએ કહ્યું કે તેમનો સમૂહ સરકારની એક નવી પ્રણાલી પર ભાર મૂકવા માંગે છે. પરંતુ જરૂર પડ્યે લડવા માટે તૈયાર છે. તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો આ રસ્તે ચાલશે તો તાલિબાન લાંબો સમય ટકશે નહીં. અમે અફઘાનિસ્તાનની રક્ષા માટે તૈયાર છીએ અને અમે રક્તપાતની ચેતવણી આપીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube