અફઘાનિસ્તાનઃ જલાલાબાદમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ, 66 ઘાયલ

અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે નનગરહાર રાજ્યના જલાલાબાદ શહેરમાં જાહેર સ્થળોએ શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા હતા
કાબુલઃ અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસે નનગરહાર રાજ્યના જલાલાબાદ શહેરમાં અનેક જાહેર સ્થળો પર શ્રેણીબદ્ધ બોમ્બ ધડાકા થયા. આ ઘટનામાં 66થી વધુ લોકો ઘાયલ થયા છે. આ અગાઉ રવિવારે રાજધાની કાબુલના એક લગ્નસ્થળે થયેલા બોમ્બ વિસ્ફોટમાં 63 લોકોનાં મોત થયા હતા અને 180થી વધુ લોકો ઘાયલ થયા હતા. ઈસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
આજે થયેલા આતંકવાદી હુમલાની એક પણ આતંકવાદી સંગઠને જવાબદારી સ્વીકારી નથી. જલાલાબાદમાં ભર બજારમાં 10 જુદા-જુદા સ્થળે બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યા હતા. લોકો સ્વતંત્રતા દિવસના પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા. આરોગ્ય અધિકારી ફહિમ બાશારીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 66થી વધુ લોકો ઘાયલ થયા છે.
દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....