કાબુલઃ મહિલાઓ પર અત્યાચાર અને વિચિત્ર ફરમાન માટે તાલિબાન હંમેશા વિશ્વભરમાં કુખ્યાત રહ્યું છે. બંદૂકની તાકાતથી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ પણ આતંકી સંગટઠનનો ચહેરો ફરી દુનિયા સામે આવ્યો છે. તાલિબાનના કબજા બાદ ઘણા દેશ અફઘાનિસ્તાનીઓના ભવિષ્યને લઈને ચિંતિત છે. આ વચ્ચે તાલિબાને કાબુલ યુનિવર્સિટીમાં યુવતીઓની એન્ટ્રી પર પ્રતિબંધ લગાવી દીધો છે. તાલિબાને હાલમાં નવા કુલપતિની નિમણુક કરી છે. નવા કુલપતિએ પોતાની નિમણૂક બાદ જાહેરાત કરી છે કે જ્યાં સુધી યુનિવર્સિટીમાં ઇસ્લામિક માહોલ તૈયાર ન થઈ જાય ત્યાં સુધી વિદ્યાર્થીનીઓ અને મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'CNN' એ પોતાના એક રિપોર્ટમાં નવા કુલપતિ મોહમ્મદ અશરફ ધૈરાતના એક ટ્વીટનો હવાલો આપતા જણાવ્યુ કે, નવા કુલપતિએ ટ્વીટ કરી કહ્યુ છે, 'જ્યાં સુધી ઇસ્લામિક માહોલ ન બની જાય કોઈ મહિલાને ક્લાસ કરવા કે કામ કરવા માટે કાબુલ યુનિવર્સિટીમાં મંજૂરી નથી.' વર્ષ 1990માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર રાજ કર્યુ હતુ તે સમયે મહિલાઓને કોઈ પુરૂષ વગર જાહેર સ્થળોએ નિકળવા પર પણ પ્રતિબંધ હતો. આમ ન કરવા પર મહિલાને માર મારવામાં આવતો હતો. 


આ પણ વાંચોઃ આકાશમાં ફૂડ પેકેજ લઈને જતા ડિલીવરી ડ્રોન પર કાગડાએ કર્યો હુમલો! દુનિયાભરમાં વાયરલ થઈ ગયો Video!


'New York Times' સાથે વાતચીત દરમિયાન એક મહિલા લેક્ચરરે કહ્યું, આ પવિત્ર સ્થાન પર કંઈ બિન ઇસ્લામિક હોતું નથી. અધ્યક્ષ, શિક્ષક, એન્જિનિયર અને ત્યાં સુધી કે મુલ્લા પણ પ્રશિક્ષિત હોય છે. તેમણે કહ્યું કે, કાબુલ યુનિવર્સિટી અફઘાનિસ્તાન રાષ્ટ્રનું ઘર છે. હાલમાં તાલિબાને પીએચડી ડિગ્રી ધારક વાઇસ ચાન્સલરને હટાવી બીએની ડિગ્રી રાખનાર મોહમ્મદ અશરફ ધૈરાતને વાઇસ ચાન્સલર બનાવ્યા હતા. તાલિબાનના આ નિર્ણય બાદ કાબુલ વિશ્વવિદ્યાલયના આશરે 70 શિક્ષકો અને પ્રોફેસરોએ પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતું. 


મોહમ્મદ અશરફની નિમણૂકનો સોશિયલ મીડિયા પર પણ વિરોધ કરવામાં આવ્યો હતો અને તાલિબાનની આલોચના થઈ હતી. સોશિયલ મીડિયા યૂઝર્સ ધૈરાતના તે પગલાની પણ યાદ અપાવી રહ્યાં હતા જ્યારે તેણે એક પત્રકારની હત્યાને યોગ્ય ઠેરવવાનો પ્રયાસ કર્યો હતો. આ પહેલા તાલિબાને અફઘાનિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ બરહનુદ્દીન રબ્બાનીના નામથી રાખવામાં આવેલ એક વિશ્વવિદ્યાલયનું નામ બદલીને કાબુલ એજ્યુકેશન યુનિવર્સિટી કરી દીધુ હતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube