Afghanistan Earthquake: એક બાદ એક કબર ખોદવામાં આવી રહી છે, અફઘાનિસ્તાનમાં ભૂકંપથી મોતનું તાંડવ, 1000થી વધુના મોત
Afghanistan Earthquake: અફઘાનિસ્તાનમાં આવેલો ભૂકંપ વિનાશકારી સાબિત થયો છે. અત્યાર સુધી એક હજારથી વધુ લોકોના મોત થયા છે. ભયંકર કાટમાળની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
કાબુલઃ અફઘાનિસ્તાનમાં વિનાશકારી ભૂકંપથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. મૃતકોની સંખ્યા 1 હજારને પાર પહોંચી ગઈ છે. ખરાબ રીતે પ્રભાવિત પ્રાંતોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. સૂચના સંસ્કૃતિ વિભાગના પ્રમુખ મોહમ્મદ અમીન હુજૈફાએ કહ્યુ કે, મૃતકોની સંખ્યા સતત વધી રહી છે. લોકો કબર બાદ કબર ખોદી રહ્યા છે.
ખરાબ થઈ રહી છે સ્થિતિ
પહાડી ક્ષેત્રમાં 5.9 તીવ્રતાના ભૂકંપે લોકોને રસ્તા પર લાવી લીધા છે. પૂર્વ વિસ્તારના લોકો માટે ભૂકંપ તબાહી લઈને આવ્યો છે. તાલિબાનના સત્તામાં આવ્યા બાદથી અહીં લોકો મુશ્કેલ જીવન જીવી રહ્યાં છે. ભૂકંપ બાદ અહીં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube