કાબુલ: તાલિબાન (Taliban) ના કબજા બાદ અફઘાનિસ્તાન હવે ભૂખમરા તરફ આગળ વધી રહ્યું છે. બુધવારે યૂનાઇટેડ નેશનના અધિકારીએ આ સંબંધમાં ચેતવણી આપતાં કહ્યું કે અફઘાનિસ્તાનમાં આ મહિના બાદ જોરદાર ભૂખમરા (Hunger Crisis) ની સ્થિતિ આવી શકે છે. યૂએન અધિકારીએ કહ્યું કે જે પ્રકારે પડકારો સામે અત્યારે અફઘાનિસ્તાન પસાર થઇ રહ્યું છે તેનાથી ત્યાં ભોજનની સમસ્યા ઉભી થઇ શકે છે. સ્થાનિક માનવીય સમન્વયક રમીઝ અલાકબારોવએ કહ્યું કે દેશની એક તૃતિયાંશ વસ્તી ઇમરજન્સી સ્થિતિનો સામનો કરી રહી છે અથવ પછી ખાદ્ય અસુરક્ષાનો સામનો કરી રહી છે. શિયાળાની સિઝન આવી રહી છે અને એવામાં અફઘાનિસ્તાનને ખૂબ પૈસાની જરૂર પડશે જેથી લોકોને અહીં ભૂખમરાથી બચાવી શકાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યૂએનના વર્લ્ડ ફૂડ પોગ્રામ (World Food Program) હેઠળ ગત થોડા અઠવાડિયામાં અહીં હજારો વચ્ચે ભોજન સામાન વિતરણ કરવામાં આવ્યો છે. પરંતુ અત્યારે પણ અહીંની એક મોટી વસ્તી માટે ઘણું બધુ કરવાનું બાકી છે. રમીઝ અલાકબારોવે કહ્યું કે ઝડપથી શિયાળાની સિઝન લગભગ આવી રહી છે. એવામાં જો અફઘાનિસ્તાનને વધુ ફંડ ન આપવામાં આવ્યું ત્યારે અહીં ફૂડ સ્ટોક સપ્ટેમ્બરના અંત સુધી ખતમ થઇ શકે છે. 

ગાડી ખરીદવાનો પ્લાન કરી રહ્યા છો, સપ્ટેમ્બરમાં આ 3 દિવસ છે 'લકી ડે'


અફઘાનિસ્તાન (Afghanistan) થી અમેરિકી સૈનિકના જતા રહ્યા બાદ તાલિબાને આખા દેશ પર કબજો કરી લીધો હતો. હવે ઘણા દેશોએ અનુમાન વ્ય્કત કર્યું છે કે દેશને આર્થિક સમસ્યાઓનો સામનો કરવો પડશે. ખાવાની સ્મસ્યા ઉપરાંત ચિંતાની વાત એ પણ છે કે અહીં સરકારી કર્મકહરીઓના પેમેન્ટ પણ મળી રહ્યા નથી અને દેશની કરન્સીની કિંમત પણ ખૂબ નિચલા સ્તર પર પહોંચી ગઇ છે. થોડા દિવસો પહેલાં રોમ સ્થિત વર્લ્ડ ફૂડ પોગ્રામ (World Food Program) કાર્યાલયે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે 39 મિલિયન લોકોવાળા આ દેશને 14 મિલિયન લોકો સમક્ષ ભોજનનું ગંભીર સંકટ ઉભુ થયું છે. અફઘાનિસ્તાનમાં ત્રણ વર્ષોમાં આ બીજીવાર દુકાળ જેવી સ્થિતિ છે. તાલિબાનના કબજા પહેલાં પણ દુકાળ જેવી સ્થિતિ હતી. ડબલ્યૂપીએફના આંકડા અનુસાર અફઘાનિસ્તાનમાં લગભગ 2 મિલિયન બાળકો કુપોષનનો શિકાર છે.  


અત્યારે અફઘાનિસ્તાન (Afghanistan)  પર કબજા બાદ તાલિબાને અહીં સારું શાસન આપવાની વાત કહી છે. તાલિબાની નેતાઓએ છોકરા અને છોકરીઓ માટે સ્કૂલ ખોલવાની વાત કહી છે. જોકે કો-એજ્યુકેશન પર તાલિબાને જૂનુ વલણ અપનાવ્યું છે. મહિલાઓને બુરખો પહેરીને બહારની પરવાનગી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube