Hindenburg Report: જાન્યુઆરીમાં આવેલા હિંડનબર્ગ રિસર્ચ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના શેરોમાં ભારે કડાકો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર 2022માં 150 બિલિયન ડોલરથી વધુની સંપત્તિના માલિક ગૌતમ અદાણી જાન્યુઆરીમાં 53 બિલિયન ડોલર પર પહોંચી ગયા હતા. અદાણી દુનિયાભરના અબજોપતિઓની યાદીમાં ટોપ 35થી પણ આઉટ થઈ ગયા હતા અને તેમના અદાણી ગ્રુપે ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રોકાણકારોને ભારે નુકસાન
અદાણી ગ્રુપના શેરો ખરીદનારા રોકાણકારોને ભારે ભરખમ નુકસાન થયું. હવે જ્યારે છેલ્લા કેટલાક સમયથી ગૌતમ અદાણીની સ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે અને તેઓ અબજોપતિઓની યાદીમાં 11માં નંબરે પહોંચી ગયા છે ત્યારે હિંડનબર્ગ રિસર્ચ તરફથી વધુ એક ટ્વીટ કરવામાં આવ્યું છે. હિંડનબર્ગ રિસર્ચે 'વધુ એક મોટો ખુલાસો' કરવાનો સંકેત આપ્યો છે. 


Shocking! પોલીસે જૂતાથી નવજાતને કચડીને નાખ્યું? માસૂમના મોત બાદ ભારે બબાલ


લોટ બાંધ્યા બાદ કેમ પાડવામાં આવે છે આંગળીઓના નિશાન? ખાસ જાણો નહીં તો પસ્તાશો


ભગવાન હનુમાન પર વિવાદિત પોસ્ટ કરનાર મુસ્લિમ પત્રકારની ઈશનિંદા કાયદા હેઠળ ધરપકડ


ટ્વીટ વિશે ઉત્સુકતા
હિંડનબર્ગ રિસર્ચે પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી, 'નવો રિપોર્ટ જલદી એક વધુ મોટો રિપોર્ટ.' દુનિયાભરના શેર બજારમાં આ ટ્વીટને ખુબ ઉત્સુકતાથી જોવામાં આવી રહી છે. લોકો વિચારી રહ્યા છે કે આ વખતે હિંડનબર્ગ તરફથી થનારો ખુલાસો શું અમેરિકી બેંક વિશે હશે?


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube