ચંદ્રયાન 3ની સફળતા બાદ હવે અન્ય દેશ પણ ઈસરોની રાહ પર ચાલીને મૂન મિશન લોન્ચ કરી રહ્યા છે. ચંદ્રયાનની સાથે સાથે રશિયાએ પણ પોતાનું મૂન મિશન લોન્ચ કર્યું હતું. પણ આ લૂના 25નું ચંદ્રની સપાટી પર ક્રેશ લેન્ડિંગ થઈ ગયું અને મિશન ફેલ ગયું. ગુરુવારે જાપાનની અંતરિક્ષ એજન્સી જાપાન એરોસ્પેસ એક્સપ્લોરેશન એજન્સી (JAXA) એ પોતાનું મૂન મિશન મૂન સ્નાઈપર લોન્ચ કર્યું. તેને સ્થાનિક સમય મુજબ સવારે 8.42 (ભારતીય સમય 5.12) વાગે H2-A રોકેટ જાપાનના તનેગાશિમા અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યું. તેના ચંદ્રમા લેન્ડરને લઈ જનારું રોકેટ H-IIA થી લોન્ચ કરાયું. અત્રે જણાવવાનું કે હવામાનની ખરાબીના કરાણે ગત મહિને એક અઠવાડિયામાં ત્રણવાર મિશન સ્થગિત કરવું પડ્યું હતું. તેને ચંદ્ર પર પહોંચવામાં 4થી 6 મહિનાનો સમય લાગી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શું છે મિશનની ખાસિયત
જાપાને પોતાના આ મૂન મિશનને ખાસ કરીને બ્રહ્માંડના વિકાસની તપાસ માટે ડિઝાઈન કર્યું છે. તેમાં એક્સ રે ઈમેજિંગ ઉપગ્રહ ઉપરાંત એક સ્માર્ટ લેન્ડર પણ મોકલવામાં આવ્યું છે. તે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગની કોશિશ કરશે. આ લેન્ડરને જાપાને પોતાના સૌથી ભરોસાપાત્ર એચ2એ રોકેટ દ્વારા ચંદ્ર પર મોકલ્યું છે. તેના લેન્ડરમાં હાઈ ટેક્નોલોજીવાળા કેમેરા લાગેલા છે. સૂત્રોના જણાવ્યાં મુજબ તેનું ચંદ્રની સપાટી પર લેન્ડિંગ આગામી વર્ષે થઈ શકશે. 


જાપાને રોકેટ દ્વારા બે અંતરિક્ષ યાન લોન્ચ કર્યા છે. પહેલું એક એક્સ રે ટેલિસ્કોપ અને બીજુ એક હળવું ચંદ્રમા લેન્ડર છે. આ ટેલિસ્કોપ સવારે 8.56 વાગે અલગ થઈ ગયું અને ચંદ્રમા લેન્ડર 9.29 વાગે અલગ થયું. બીજી બાજુ ચીને પોતાના તિયાંગગોંગ અંતરિક્ષ સ્ટેશનનું કામ પૂરું કરી લીધુ છે. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટ મુજબ જાપાની સ્પેસ પોલીસે એક્સપર્ટ કાજુટો સુઝુકીએ કહ્યું કે આ જાપાની અંતરિક્ષ સમુદાય માટે નિર્ણાયક પળ છે. ગુરુવારે થયેલું લોન્ચિંગ વિશ્વ સ્તર પર ચંદ્રમાના એક્સપ્લોરેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ મિશનની સફળતા જાપાનને પ્રથમ શ્રેણીના ગ્રુપમાં સામેલ કરશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube