પત્નીનો જીવ બચાવવા આપી હતી કિડની, પણ ડિવોર્સ થતા પતિએ કહ્યું-પાછી આપ મારી કિડની, જાણો કોર્ટે શું કહ્યું?
પત્નીનો જીવ બચાવવા માટે પતિએ પોતાની કિડની પત્નીને ડોનેટ કરી હતી. પરંતુ હવે પત્ની સાજી થયા બાદ તેણે ડિવોર્સ માટે અરજી કરી નાખી. જાણો આખરે શું છે આ મામલો...
પતિ અને પત્ની વચ્ચે એક એવો સંબંધ હોય છે કે જે જીવનના અંત સુધી એકબીજાની સાથે દરેક સુખ દુખમાં હોય છે. પણ ક્યારેક એવું પણ બને કે વિચારો મેળ ન ખાય તો છૂટા પડી જાય છે. આવો જ એક કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે જે કોઈ સામાન્ય ડિવોર્સ કેસ જેવો કેસ નથી. તમે વિચારશો કે એવું તે શું છે તેમાં અલગ...તો પછી ખાસ જાણો.
મીડિયા રિપોર્ટ્સ મુજબ રિચર્ડ બતિસ્તા નામના એક વ્યક્તિએ પત્ની ડોનેલનો જીવ બચાવવા માટે તેને પોતાની એક કિડની ડોનેટ કરી દીધી. પરંતુ પત્ની જ્યારે સાજી થઈ ગઈ તો તેણે ડિવોર્સ માટે અરજી કરી દીધી. ત્યારબાદ પતિએ ગુસ્સે ભરાઈને હવે પત્ની પાસે તેણે ડોનેટ કરેલી કિડની પાછી માંગી લીધી છે. એટલું જ નહીં પતિનું કહેવું છે કે જો કિડની પાછી ન આપી શકે તો તે મને 1.2 મિલિયન પાઉન્ડ આપી દે.
શું છે મામલો
ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ આ કેસ વર્ષ 2009નો છે. પત્ની ડોનેલ સાથે 1990માં લગ્ન થયા હતા. બંનેના ત્રણ બાળકો છે. 2001માં બતિસ્તાએ પત્નીને કિડની ડોનેટ કરી હતી. કારણ કે તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. પરંતુ ચાર વર્ષ બાદ તેની પત્નીએ તેને ડિવોર્સ આપી દીધા. ત્યારબાદ તે ખુબ નિરાશ થઈ ગયો. બતિસ્તાએ પત્ની પર અફેરનો પણ આરોપ લગાવ્યો. આ સાથે એવું પણ કહ્યું કે કા તો તે તેની કિડની આપી દે નહીં તો તેના બદલે પૈસા આપે. ડિવોર્સ બાદ રિચર્ડ બતિસ્તાએ પત્ની પાસે કિડની પાછી માંગતા કહ્યું કે તે કિડની આપી દે નહીં તો 1.2 મિલિયન પાઉન્ડ આપે.
કોર્ટમાં પહોંચ્યો કેસ
ડિકલ એક્સપર્ટ્સે કહ્યું કે કિડની પાછી કરવી શક્ય નથી. એક્સપર્ટ્સે કહ્યું કે કિડની પાછી આપવા માટે ડોર્નેલનું ફરીથી ઓપરેશન કરવું પડે. તેને જીવનું જોખમ થઈ શકે છે. એક્સપર્ટ્સે એમ પણ કહ્યું કે હવે તે કિડની ડોનલની થઈ ગઈ છે. કારણકે તે તેના શરીરમાં છે. હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો. આ મામલે કોર્ટે 10 પાનાનો ચુકાદો પણ આપ્યો. મેટ્રિમોનિયલ રેફરી જેફરીએ બતિસ્તાની માંગ ફગાવી દીધી અને કહ્યું કે કિડની એક ભેટ હતી. અમેરિકામાં જ્યારે કોઈ અંગદાન કરે છે તો તે કાયદા હેઠળ ભેટ ગણાય છે. પૈસા માટે અંગોના વેચાણને રોકવા માટે આમ કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube