વોશિંગ્ટન: કર્ણાટક હિજાબ વિવાદમાં પાકિસ્તાન  બાદ હવે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. જો બાઈડેન એડમિનિસ્ટ્રેશનમાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા મામલાના રાજદૂત રાશદ હુસૈને કહ્યું કે  કર્ણાટક સરકારે કોઈએ ધાર્મિક પોષાક પહેરવો જોઈએ કે નહીં તે અંગે નિર્ણય કરવો જોઈએ નહીં. ભારતીય મૂળના હુસૈને પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલ પર કહ્યું કે કોઈ વ્યક્તિની ધાર્મિક આઝાદી સુનિશ્ચિત કરવા માટે તેને તેનો ધાર્મિક પોષાક પહેરવાની આઝાદી હોવી જોઈએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટ્વીટ કરીને કહી આ વાત
અમેરિકાની જો બાઈડેન સરકારના આ અધિકારીએ ટ્વીટ કરીને લખ્યું કે પોતાનો ધાર્મિક પોષાક પહેરવો એ ધાર્મિક સ્વતંત્રતાનો ભાગ છે. ભારતીય પ્રદેશ કર્ણાટકે ધાર્મિક પહેરવેશની મંજૂરી નિર્ધારિત કરવી જોઈએ નહીં. શાળાઓમાં હિજાબ પર પ્રતિબંધ ધાર્મિક આઝાદનું હનન છે અને મહિલાઓ તથા છોકરીઓ માટે ખાસ ધારણ બનાવે છે અને તેમને હાશિયામાં ધકેલે છે. 


Hijab Controversy: પોસ્ટર ગર્લ મુસ્કાનના ઘરે કેમ થઈ રહ્યું છે મોદી-મોદી? કાકાએ કરી આ મહત્વની વાત


શું છે એમ્બેસેડર એટ લાર્જ?
એમ્બેસેડર એટ લાર્જ એવા રાજદૂત હોય છે જેમને વિશેષ જવાબદારીઓ અપાય છે પરંતુ તેઓ કોઈ ખાસ દેશ માટે નિયુક્ત હોતા નથી. રાશદ હુસૈન બિહાર સાથે સંબંધ ધરાવે છે. 41 વર્ષના હુસૈનને 500 પ્રભાવશાળી મુસ્લિમ લોકોમાં સામેલ કરાયા હતા. તેમને ગત વર્ષ જુલાઈ મહિનામાં આંતરરાષ્ટ્રીય ધાર્મિક સ્વતંત્રતા વિભાગના એમ્બેસેડર એટ લાર્જ નિયુક્ત કરવાની જાહેરાત કરાઈ હતી. 


શું છે આ સમગ્ર વિવાદ
ગત મહિને ઉડુપીની એક સરકારી કોલેજમાં કોલેજ પ્રશાસનના નિયમ વિરુદ્ધ જઈને 6 વિદ્યાર્થીઓ હિજાબ પહેરીને કોલેજ આવી હતી. ત્યારબાદ કર્ણાટકની અન્ય કોલેજોમાં પણ હિજાબ અંગે વિવાદ ઊભો થઈ ગયો. હિજાબના વિરોધમાં કેટલાક વિદ્યાર્થીઓ- વિદ્યાર્થીનીઓ ભગવા શાલ ઓઢીને શાળા કોલેજ આવવા લાગ્યા. જેના કારણે મામલાએ તૂલ પકડ્યું. કર્ણાટકના શિવમોગા અને બાગલકોટ જિલ્લાઓમાં હિજાબ વિવાદને લઈને પથ્થરમારાના અહેવાલ પણ સામે આવ્યા હતા. 


વિશ્વના વધુ સમાચાર વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube