ઇમરાન ખાનની વિદાય બાદ હવે નવાઝ શરીફની થશે પાકમાં એન્ટ્રી, પાર્ટી નેતાએ આપી માહિતી
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ આગામી મહિને ઈદ બાદ લંડનથી પોતાના દેશ પરત ફરી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ બાદ ઇમરાન ખાનની સરકાર પડ્યા બાદ તેમી પાર્ટીના નેતાએ આ જાણકારી આપી છે.
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ આગામી મહિને ઈદ બાદ લંડનથી વતન પરત ફરી શકે છે. અવિશ્વાસ પ્રસ્તાવ દ્વારા ઇમરાન ખાનની સરકાર પડ્યા બાદ દેશમાં રાજકીય બબાલ વચ્ચે પીએમએલ-એનના એક વરિષ્ઠ નેતાએ આ જાણકારી આપી છે. મિયાં જાવેદ લતીફે કહ્યુ કે પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) સુપ્રીમો અને ત્રણ વખત દેશના પ્રધાનમંત્રી રહેલા શરીફની વાપસી પર નિર્ણય ગઠબંધનના સહયોગીઓની સાથે ચર્ચા કરી લેવામાં આવશે. 'ધ એક્સપ્રેસ ટ્રિબ્યૂન' અખબારે તેના હવાલાથી ખબર આપી કે તમામ નિર્ણય પહેલા ગઠબંધનના ઘટક દળોની સામે રાખવામાં આવશે. ઈદ મેના પ્રથમ સપ્તાહમાં મનાવવામાં આવશે.
શરીફને જુલાઈ 2017માં પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે પનામા પેપર્સ મામલામાં પ્રધાનમંત્રી પદેથી હટાવી દીધા હતા, ત્યારબાદથી 72 વર્ષીય પીએમએલ-એન નેતા વિરુદ્ધ ઇમરાન ખાનના નેતૃત્વવાળી તત્કાલીન સરકારે ભ્રષ્ટાચારના ઘણા મામલા શરૂ કર્યા છે. શરીફ સારવાર કરાવવા માટે નવેમ્બર 2019માં ચાર સપ્તાહ માટે લંડન ગયા હતા. તેને લાહોર હાઈકોર્ટને વિદેશ જવાની મંજૂરી આપી હતી. તેમણે હાઈકોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યુ હતું કે ડોક્ટર ચાર સપ્તાહની અંદર કે તેની પહેલાં સ્વસ્થ અને સફર કરવા માટે યોગ્ય જાહેર કરશે, તે દેશમાં પરત આવી જશે.
આ પણ વાંચોઃ Pakistan: પાકિસ્તાનમાં મોટે પાયે વિરોધ પ્રદર્શન, લાગ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા, જાણો શું છે મામલો
શરીફને અલ-અજીજિયા મિલ્સ ભ્રષ્ટાચાર મામલામાં પણ જામીન મળી ગયા હતા, જેનાથી તે લાહોરની કોટ લખપત જેલમાં સાત વર્ષની જેલની સજા કાપી રહ્યા હતા. દેશમાં રાજકીય અનિશ્ચિતતા પર ટિપ્પણી કરતા લતીફે કહ્યુ કે ગઠબંધન સરકાર છ મહિનાથી વધુ ચાલશે નહીં અને વર્તમાન સંકટનું એકમાત્ર સમાધાન ફરી ચૂંટણી કરાવવી છે. તેમણે કહ્યું- ચૂંટણી સુધારાનું આ કામ ચૂંટણી પહેલાં કરવું જોઈએ. પીએમએલ-એનના નેતાએ કહ્યુ કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અને વિદેશી મતાધિકારથી સંબંધિત બે મુખ્ય મુદ્દા છે, જેનો જલદી હલ કરવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube