Kabul Airport બે દિવસ બાદ ફરી ધણધણી ઉઠ્યું, એન્ટ્રી ગેટ પાસે થયું ધુઆંધાર ફાયરિંગ
કાબુલ એરપોર્ટ પાસે શનિવારે ફરી ગોલીઓ ચલાવવાનો અવાજ સંભળાયો હતો. આ સાથે જ એરપોર્ટની બહારથી ભીડને દૂર કરવા માટે ટિયર ગેસ છોડવામાં આવ્યા.
કાબુલ: કાબુલ એરપોર્ટ પાસે શનિવારે ફરી ગોલીઓ ચલાવવાનો અવાજ સંભળાયો હતો. આ સાથે જ એરપોર્ટની બહારથી ભીડને દૂર કરવા માટે ટિયર ગેસ છોડવામાં આવ્યા.
એરપોર્ટની બહાર આ ગોળીઓ કોણે ચલાવી, એ હજુ સ્પષ્ટ થઇ શક્યું નથી. કેટલાક પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે એવું લાગે છે કે ભીડને વિખેરવા માટે એરપોર્ટની બહાર ગોળીબારી કરી. તો બીજી તરફ હાજર એક વ્યક્તિએ અનુમાન લગાવ્યું કે કદાચ એરપોર્ટની અંદરથી વિદેશી સેનાઓએ ગોળીબારી કરી હશે. ફાયરિંગના કારણે લોકો ભયમાં છે. અફઘાનિસ્તાનમાં આતંકનો લોહિયાળ ખેલ ચાલુ છે.
અમે તમને જણાવી દઈએ કે અમેરિકાએ કાબુલ હુમલાના 36 કલાકની અંદર ISIS-K નો બદલો લીધો છે. અમેરિકાની સેનાએ અફઘાનિસ્તાનમાં મોટી કાર્યવાહી કરી છે. કાબુલ બ્લાસ્ટના જવાબમાં અમેરિકી સૈન્યએ નાંગરહાર પ્રાંતમાં ISIS-K ની જગ્યાઓ પર એર સ્ટ્રાઈક કરી છે. એવો દાવો કરવામાં આવે છે કે અમેરિકી સેનાએ કાબુલ બ્લાસ્ટના કાવતરાખોરોને પણ મારી નાખ્યા છે.
આ પણ વાંચો:- કાબુલ એરપોર્ટ પર ફરી કરી શકે છે તાલિબાન હુમલો, લશ્કરી સેક્શનમાં આતંકીઓએ મારી એન્ટ્રી
કાબુલ હુમલા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને જે કહ્યું તે પૂર્ણ કર્યું છે. એર સ્ટ્રાઈક બાદ અમેરિકાએ લોકોને કાબુલ એરપોર્ટ પરથી ખસી જવા કહ્યું છે. તે જ સમયે, કાબુલ બ્લાસ્ટમાં મૃત્યુઆંક 200 ને વટાવી ગયો છે.
કાબુલ એરપોર્ટ સિરિયલ બ્લાસ્ટ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેને ભારે રોષ વ્યક્ત કર્યો હતો. તેમણે આતંકીઓને મારી નાખવાની ચેતવણી આપી હતી. અફઘાનિસ્તાનમાં ISIS ના અડ્ડાઓ પર એર સ્ટ્રાઈક કરી અમેરિકી સેનાએ એવું જ કર્યું. કાબુલ બ્લાસ્ટમાં અમેરિકી સૈનિકોના મોત બાદ યુએસ એક રીતે દબાણ હેઠળ છે. જેના કારણે એર સ્ટ્રાઇકને અંજામ આપ્યો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube