શંઘાઈઃ ચીનના શહેર શંઘાઈમાં કોરોના વાયરસના વધતા કેસને જોતા લૉકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. શંઘાઈની આશરે 1 કરોડ જનતા બે વર્ષ બાદ કડક લૉકડાઉનમાં જીવી રહી છે. ચીનમાં કોરોનાને રોકવા માટે આ કડક લૉકડાઉન તેવા સમય પર લગાવવામાં આવ્યું છે, જ્યારે દુનિયાએ હવે મહામારી સાથે જીવવાનું શીખી લીધુ છે. કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટથી દુનિયામાં એટલો ડર નથી જેટલું ચીન પરેશાન છે. ચીને કોરોનાથી બચવા માટે શંઘાઈ શહેરમાં લૉકડાઉન લાગૂ કર્યું છે પરંતુ ડ્રેગનના આ નિર્ણયથી દુનિયાની ચિંતા વધી ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચીનના કડક લૉકડાઉનની નીતિથી દુનિયાની અર્થવ્યવસ્થા અને નાણાકીય બજાર સંકટમાં જઈ રહ્યાં છે. એ પણ ત્યારે જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે અને મોંઘવારી વધી રહી છે. ચીને શંઘાઈમાં વ્યાપક ટેસ્ટિંગ શરૂ કર્યું છે. ચીનની આ જાહેરાતથી દુનિયામાં ખલબલી મચી છે. તેલના ભાવમાં ઝડપથી ઘટાડો થયો છે. વેપારીઓને ડર છે કે આ લૉકડાઉનથી માંગમાં ઘટાડો થઈ શકે છે. ચીન એક મોટો તેલ આયાતક દેશ છે અને દરરોજ 1.1 કરોડ બેરલ તેલ ખરીદે છે. 


આ પણ વાંચોઃ Viral Video: અત્યંત ખતરનાક...વીડિયો જોઈને રૂવાડાં ઊભા થઈ જશે, પાણીમાં મગરમચ્છ સાથે 'રોમેન્ટિક ડાન્સ'


દુનિયામાં સામાનોની કિંમતમાં હજુ થશે વધારો!
આ સિવાય શેર બજાર પર પણ લૉકડાઉનની અસર પડી છે. ચીનના શંઘાઈ શહેર ન માત્ર વિશાળ વસ્તીને કારણે પરંતુ પોતાના નાણાકીય અને આર્થિક સંબંધોને કારણે પણ દુનિયા માટે મહત્વપૂર્ણ છે. દુનિયાની ફેક્ટરી કહેવાતા શંઘાઈ શહેરનું દેશના કુલ આર્થિક આઉટપુટમાં ચાર ટકા યોગદાન છે. ચીનની અર્થવ્યવસ્થાનું મોટુ હબ હોવાને કારણે તેની અપ્રત્યક્ષ અસર ખુબ વધુ થઈ શકે છે. લૉકડાઉનને કારણે અફરાતફરીનો માહોલ છે કે ચીન હવે કોરોના સામે જંગમાં આગળ શું કરશે. 


એટલું જ નહીં શંઘાઈમાં લૉકડાઉનને કારણે ચીનના આર્થિક વિકાસ દરને પણ ખતરો વધ્યો છે, જે 5.5 ટકાના દરે વધી રહ્યો છે, જે છેલ્લા ત્રણ દાયકામાં સૌથી ઓછો છે. ચીનના એક નિષ્ણાંત હૂ કહે છે- ચીનના આગામી કેટલાક સપ્તાહમાં કોરોના વાયરસ પર કાબુ મેળવવાની સંભાવના છે કારણ કે લૉકડાઉન પ્રભાવી છે. પરંતુ તેની દેશના વિકાસ પર વર્ષભર ખુબ અસર પડે છે કારણ કે લૉકડાઉન ખુબ ખર્ચાળ છે. તેવા સમય પર પ્રતિબંધો લાગૂ થયા છે જ્યારે દેશમાં રિયલ એસ્ટેટ સેક્ટર ખરાબ સ્થિતિમાં છે. ચીનના આ સંકટથી દુનિયા એટલા માટે ચિંતામાં છે કારણ કે સામાનોની અવરજવર લૉકડાઉનને કારણે પ્રભાવિત ન થાય. જો તેમ થાય તો વિશ્વમાં સામાનોની કિંમતોમાં મોટો વધારો આવી શકે છે. 


વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube