અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મોતનો સિલસિલો અટકવાનું નામ જ નથી લેતો જે ચિંતાનો વિષય બની ગયો છે. વધુ એક વિદ્યાર્થીના મોતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ પરિવારનો આરોપ છે કે છોકરાના પિતાને ફોન કરીને 1200 ડોલરની રકમ માંગવામાં આવી હતી. વિદ્યાર્થી 20 માર્ચથી ગુમ હતો. હવે તેના મોતના સમાચાર સામે આવતા હડકંપ મચી ગયો છે. ભારતનું ન્યૂયોર્ક કોન્સ્યુલેટ પોલીસ તપાસમાં સહયોગ કરી રહ્યું છે. મૃતક વિદ્યાર્થીનું નામ મોહમ્મદ અબ્દુલ અરફાત છે જે હૈદરાબાદનો રહીશ હતો અનો ઓહિયોમાં રહીને માસ્ટર્સ  કરતો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ન્યૂયોર્કમાં ભારતીય કોન્સ્યૂલેટે વિદ્યાર્થીના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ શેર કરીને લખ્યું કે આ જાણીને દુખ થયું કે મોહમ્મદ અબ્દુલ અરફાત જેના માટે સર્ચ અભિયાન ચલાવવામાં આવી રહ્યું હતું તે ઓહિયોના ક્લીવલેન્ડમાં મૃત મળી આવ્યો. અફરાતના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મોહમ્દમ અબ્દુલ અરફાતના મોતની તપાસ માટે અમે સ્થાનિક એજન્સીઓના સંપર્કમાં છીએ. વિદ્યાર્થીનો પાર્થિવ દેહ ભારત લાવવા માટે પરિવારને દરેક શક્ય મદદ કરવામાં આવી રહી છે. 


https://chat.whatsapp.com/HTqpPcp1wdi4exMGDxoX6Q


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube