Air Canada Flight Catches Fire: દક્ષિણ કોરિયા સિવાય આજે કેનેડામાં પણ એક પ્લેન દુર્ઘટના થઈ છે. કેનેડામાં લેન્ડિંગ બાદ PAL એરલાઈન્સના વિમાનમાં આગ લાગી. એર કેનેડાની ફ્લાઈટ AC2259, જે 80 લોકોને સેન્ટ જોનથી હેલિફેક્સ લઈ જતી હતી, તે એરપોર્ટ પર ઉતરી રહી હતી ત્યારે તે રનવે પરથી સરકી ગઈ હતી અને લેન્ડિંગ ગિયર તૂટી જતાં તેમાં આગ લાગી હતી. જોકે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પ્લેનને નુકસાન થયું છે. મુસાફરોમાં પણ હોબાળો મચી ગયો હતો, લેન્ડિંગ થતાં જ લોકોને ઈમરજન્સી ગેટમાંથી બચાવી સલામત ઝોનમાં લઈ જવામાં આવ્યા હતા.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્લેનના પાંખિયા અને એન્જિન રનવે પર ઘસડાયું! 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિક્કી વેલેન્ટાઈન નામના એક પેસેન્જરે જણાવ્યું હતું કે, સેન્ટ જોન્સથી હેલિફેક્સ જતી ફ્લાઈટ હેલિફેક્સ સ્ટેનફોર્ડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી, ત્યારે પ્લેનમાં આગ લાગી હતી. શનિવારની સાંજની વાત છે, પ્લેનનું ઈમરજન્સી લેન્ડિંગ કામ કરતું ન હતું તેથી પાઈલટે ઈમરજન્સી લેન્ડિંગ કરાવ્યું. લેન્ડિંગ વખતે એરક્રાફ્ટ રનવે પરથી સરકી ગયું અને 20 ડિગ્રીના ખૂણા પર નમ્યું. 



જ્યારે આ બન્યું ત્યારે જોરદાર આંચકો લાગ્યો અને મુસાફરોએ ચીસો પાડવાનું શરૂ કર્યું. જ્યારે તેમણે બારી બહાર જોયું તો પ્લેનના પાખિયા અને એન્જિન રનવે પર ઘસડાતું હતું. પ્લેન રનવે પર અમુક અંતર સુધી ઢસડાઈ રહ્યું હતું, પરંતુ આ દરમિયાન પ્લેનની ડાબી બાજુએ આગ લાગી. ધુમાડો નીકળવા લાગ્યો, પરંતુ ત્યાં સુધીમાં પાયલટે વિમાનની બ્રેક લગાવી દીધી હતી.


મુસાફરોને 2 મિનિટમાં પ્લેનમાંથી નીચે ઉતારવામાં આવ્યા...
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્લેનમાં કેટલા લોકો સવાર હતા તેની સત્તાવાર માહિતી મળી નથી, પરંતુ પ્લેનમાં લગભગ 80 મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. વિમાનમાંથી મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં એરપોર્ટ સ્ટાફને સફળતા મળી હતી. તેને એરપોર્ટ પર હેંગરમાં લઈ જવામાં આવ્યા અને પેરામેડિક્સ દ્વારા તેમની તપાસ કરવામાં આવી. લોકોને વિમાનમાંથી ઉતરવામાં 2 મિનિટ લાગી. એક તરફ પ્લેન સળગી રહ્યું હતું અને બીજી તરફ લોકો પ્લેન ક્રેશ થવાની બીક હોવાથી લેન્ડિંગ માટે ઉતાવળ કરી રહ્યા હતા. અકસ્માતની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.